ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ - At This Time

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવા પર પ્રતિબંધ


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.
ત્યારે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશભાઈ પરમારે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું ફરમાવ્યું છે કે, ઉમેદવારો કે તેની દરખાસ્ત કરનારાઓ ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ત્રણ કરતાં વધુ વાહનો રાખી કે હંકારી શકાશે નહિ. જેમાં તમામ પ્રકારના સરકારી/અર્ધ સરકારી વાહનો અપવાદ રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે.

આ હુકમ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અન્વયે આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા ફરમાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.