સરલા માં સ્વ.કાન્તિલાલ પટેલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ધર્મસભા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ivgypd1aip15xahr/" left="-10"]

સરલા માં સ્વ.કાન્તિલાલ પટેલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ધર્મસભા યોજાઈ


*સરલા માં ૨૪ કલાક ધુન સાથે ધર્મસભા યોજાઈ*

*સ્વ.કાન્તિલાલ પટેલ બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ*

મુળી ના સરલા ગામે આજે ચોવીસ કલાક ની ધુન સાથે ધર્મસભા યોજાઈ હતી જેમાં અનેક ભક્તો સેવકો અને મિત્રો જોડાયા હતા સરલા લોકસેવક અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કાન્તિલાલ ધરમશી ભાઈ પટેલ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ સ્વામિનારાયણ મંદિર નાં મહારાજ શ્રી માધવેન્દ્રપ્રસાદ મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મસભા સંબોધી હતી ચોવીસ કલાક ની અખંડ રામધૂન સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સંતો મહંતો અને મહારાજ શ્રી ની પધરામણી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાથે રાજકીય આગેવાનો અને સરપંચ અને ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ અગ્રણીઓ એ સ્વ કાન્તિલાલ પટેલ ની સેવાકીય પ્રવૃતિઓ અને સંસ્થાઓ માં સહયોગ અને તેમની લાગણીશીલ વ્યક્તિત્વ ને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન લાલજીભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, નિતીનભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર સરલા માં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે બાળકો માટે બટૂક ભોજન પ્રસાદ સાથે સફળ આયોજન સાથે પુર્ણાહુતી આજે થ‌ઇ હતી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]