બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં માલધારી સમાજ દ્વારા ગૌચર દબાણ દુર કરવા મુદ્દે સરકારનું સમાધાન.. માલધારી સમાજને પ્રશાસન નો લોલીપોપની આશંકા.! - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં માલધારી સમાજ દ્વારા ગૌચર દબાણ દુર કરવા મુદ્દે સરકારનું સમાધાન.. માલધારી સમાજને પ્રશાસન નો લોલીપોપની આશંકા.!


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા સાજણવદર ગામનાં તેમજ આજુબાજુના ગામના માલધારી સમાજ દ્વારા એક દિવસ નાં પ્રતિક ધરણાં કરી બીજાં દિવસે પશુધન સાથે હિજરત કરવા આવી હતી. અને સરકાર પ્રશાસન દ્વારા બોડકી અને વનાળી વચ્ચે માલધારીઓ ને રોકી દેવામાં આવ્યા હતા. પ્રસાશન દ્વારા માલધારીઓને બોલાવી અને બેઠક કરી આંદોલન નો અંત લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સરકાર પ્રશાસન દ્વારા લેખીતમાં બાંહેધરી આપવામાં આવી હતી કે ગૌચર દબાણ કરનારને તા.19/10/22નો રોજ નોટિસ આપવામાં આવી છે. જો તા.21/10/22 સુધીમાં સ્વેચ્છાએ ગૌચર દબાણ દુર નહીં કરે તો, સરકાર પ્રશાસન દ્વારા તા.25/10/22 ના રોજ સરકાર દબાણ દુર કરાવશે..! હવે, માલધારીઓને મૂંઝવતો પ્રશ્ન છે તા.25/10/22ના રોજ બેસતું વર્ષ હોય અને સરકાર માં જાહેર રજાઓ હોય તો ગૌચર દબાણ દુર કરશે કોણ.? માલધારી સમાજના આગેવાનો ને હાલ તો, વધુ એક લોલીપોપ આપવામાં આવ્યો છે. તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.