રાજકોટ:વાહનોની ખરીદી વધી !! : મનપાની વેરાની આવક પણ ડબલ - At This Time

રાજકોટ:વાહનોની ખરીદી વધી !! : મનપાની વેરાની આવક પણ ડબલ


નવરાત્રીના પાવન તહેવારોમાં લોકો કોઇ પણ વસ્‍તુઓની ખરીદીને પ્રાધાન્‍ય આપે છે. પોતાના મનગમતા નોરતે કાર, બાઇક, એસી, ફ્રીઝ, મકાન-ફલેટ સહિતની વસ્‍તુઓ-મિલ્‍કતો વસાવતા હોય છે. આવી જ રીતે ગત મહિને ૨૬ સપ્‍ટેમ્‍બરથી આજ દિવસ સુધીમાં રાજકોટના લોકોએ કુલ ૨૮૫૫ વાહનોની ખરીદી કરી હતી.
હાલ પેટ્રોલ અને સીએનજીના ભાવ આસમાને હોવા છતાં શહેરીજનોએ વાહન ખરીદીમાં કોઇ કસર બાકી રાખી ન હતી. નોરતાથી આજ દિવસ સુધીમાં અધધ રૂા. ૬૧.૩૧ કરોડથી વધુના ટુ વ્‍હીલર, ફોર વ્‍હીલર, પેસેન્‍જર વાહનો અને ટ્રકની ખરીદી કરી હતી. જેથી મનપાની તિજોરીમાં પણ ધુમ આવક થઇ હતી.
શહેરમાં નવરાત્રીના પાવન પર્વમાં ૨૮૫૫ ટુ અને ફોર વ્‍હીલર વાહનનું વેચાણ થતા મ્‍યુ.કોર્પોરેશનને વાહન વેરાની રૂા. ૧.૩૪ કરોડથી આવક થવા પામી હતી.
આ અંગે વેરા શાખામાં નોંધાયેલ વિગત મુજબ ૨૬ સપ્‍ટેમ્‍બરથી આજ સુધીમાં ટુ વ્‍હીલર ૨૨૮૫ વાહન વેચાતા રૂા. ૨૯.૬૩ લાખ, થ્રી વ્‍હીલર ૧૨૮નાં ૩.૮૬ લાખ, ફોર વ્‍હીલર (લાઇટ કેરિયર વ્‍હીકલ)૧૧નાં રૂા.૧.૧૦ લાખ તથા કાર ૪૦૦ રૂા. ૯૫.૫૦ લાખ તેમજ ૧ ટ્રક વેચતા ૧૭ હજાર સહિત કુલ ૨૮૫૫ વાહન વહેચાતા રૂા. ૧,૨૪,૭૨૭,૨૪ ની વાહન વેરા આવક થવા પામી હતી.
અત્રે નોંધનીય છે કે, પેટ્રોલનાં ભાવ વધ્‍યા હોવા છતાં સૌથી વધુ ૨૪૯ પેટ્રોલ કાર અને ૨૨૮૫ ટુ વ્‍હીલરનું વેચાણ થયું છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન કુલ ૧૯૭૬ ટુ અને ફોર વ્‍હીલરનું વેચાણ થતા મનપાને ૬૭.૪૫ લાખ રૂપિયાની ટેકસ પેટે આવક થઇ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.