બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રિ દરમ્યાન દીપમાળા/ સુશોભન કરાયું
બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રિ દરમ્યાન દીપમાળા/ સુશોભન કરાયું
ગુજરાત નું ગૌરવરૂપ સુંદર તીર્થધામ બોટાદ મુક્તિધામ (સ્મશાન) પરિસર માં જગત જનની માં મેલડી માતાજી નું સુંદર મંદિર માં નવરાત્રી દરમ્યાન દરરોજ સાંજે ૧૦૮ દિપક ની દીપમાળા જીઓ ડેરી બોટાદ ના સૌજન્ય થી કરવામાં આવી રહી છે. મંદિર તથા પરિસર માં રંગ બેરંગી રોશની, ફૂલો ની રંગોળી દ્વારા મંદીર શણગારવામાં આવ્યું છે. નવરાત્રી ના સાતમા નોરતે દીપમાળા તથા મહા આરતી પ્રસંગે બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર ના બ્ર. કુ. નીતા બેન, બ્ર. કુ. વર્ષા બેન, મુક્તિધામ ના પ્રણેતા સી. એલ. ભીકડીયા, બોટાદ રેલવે ના મંડલ વાણિજ્ય નિરીક્ષક એન. સી. ગોહિલ, હેડ ટી. સી. આર. પી. મેઘવંશી, મોહનભાઈ પટેલ (જશોદા ડેરી), પીપલ્સ બેંક ના ચેરમેન જીવરાજભાઈ કળથીયા, ડીરેક્ટર વિઠલભાઈ વાજા, લાલજીભાઇ કળથીયા, માઈભક્ત મકાભાઈ ભુવા ઉપસ્થિત રહેલ. અન્નકૂટ નો સુંદર લાભ ગીતાબેન તરફથી પ્રાપ્ત થયેલ. આ પ્રસંગે મોટી સંખ્યા માં ભક્તો એ આરતી/ અન્નકૂટ દર્શન નો લાભ લીધેલ. આ સુંદર આયોજન માં ભુપેન ભાઈ ટેરાકોટા, નિરવ જોશી, પ્રવિણ ભાઈ, હરેશ પ્રજાપતિ વગેરે જહેમત ઉઠાવેલ.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.