વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાના હુમલામાં મરણ જનારના પરિવારને તથા ઇજા પામનારને વળતર ચૂકવવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાના હુમલામાં મરણ જનારના પરિવારને તથા ઇજા પામનારને વળતર ચૂકવવા ટિમ ગબ્બર ની રજુવાત


વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાના હુમલામાં મરણ જનારના પરિવારને તથા ઇજા પામનારને વળતર ચૂકવવાટિમ ગબ્બર ની રજુવાત

જય ભારત સહ જણાવવાનું કે ટીમ ગબ્બરના કે એચ ગજેરા એડવોકેટ અને નયન ભાઈ જોષીને જાણવા મળ્યું છે કે,વિસાવદર તાલુકાના જાંબુડી ગામના રાજુભાઈ ઈટુભા ચોગલે ઉ-50(મરાઠી) નું દીપડાના હુમલાના કારણે અવસાન થયેલ છે જેમના કોઈ સગા અહીં ન હોવાથી તેમને વિસાવદર સેવાભાવી લોકોએ અગ્નિ સંસ્કાર આપેલ આ જાંબુડી ગામમાં મોડી રાત્રે દીપડા દ્વારા અન્ય એક સ્ત્રીને પણ ગંભીર ઇજા કરતા તેમને પણ જૂનાગઢમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ અગાઉ વિસાવદરના મોણીયા, કાલાવડ ગામમાં પણ આવો બનાવ બન્યો હતો.જેથી ખેડૂતને પોતાના જીવન નિર્વાહ માટે અને ખેતી કામ માટે ગાય અને વાછરડા રાખતા હોય છે આવા સંજોગોમાં સરકારની દીપડા સામે રક્ષણ આપવાની જવાબદારી પણ હોય છે.તે યોગ્ય રીતે નિભાવવામાં વન વિભાગ નિષ્ફળ ગયું છે. ભૂતકાળમાં અનેક દીપડા ના હુમલામાં લોકો તેમજ પશુઓ સિંહના શિકાર બન્યા છે.અને દીપડાની કનડગત કાયમી ધોરણે બંધ થાય તે માટે વન વિભાગ દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી આ બનાવ અંગે વન વિભાગ અને સરકારે આવા પશુ હુમલાના કેસોમાં પૂરતું નાણાંકીય વળતર આપવામાં આવતું નથી અને સામાન્ય નજીવી રકમ આપે છે તેમાં વધારો કરી બજાર ભાવ કિંમત આપવાની જાહેરાત કરવામાં આવે અને ઇજા પામનારના વરસોને મરણ સમયે પૂરતું અને બજાર ભાવ જેટલું જ વળતર ચૂકવવા ટીમ ગબ્બરની રજુવાત છે અને દીપડાના હુમલાઓ ભવિષ્યમાં ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સહ રજુવાત છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.