ઓધ્યૌગિક નગરી અંકલેશ્વર શહેરને આંગણે 891 તથા 892 મી ઘરસભા યોજાઇ. - At This Time

ઓધ્યૌગિક નગરી અંકલેશ્વર શહેરને આંગણે 891 તથા 892 મી ઘરસભા યોજાઇ.


ઘરસભા નર્મદામૈયાના નીર જેવું કામ કરે છે. ઘરે નળ ખોલો અને પાણી આવે એ જ રીતે ઘરે ટીવી ઓન કરો અને ઘર સભાના દર્શન થાયને સંતોના મુખે ભગવાનના દિવ્યચરિત્રો સાંભળવા મળે :- શાસ્ત્રી જયસ્વરૂપદાસ

સરદાર પટેલ ભવન જીઆઇડીસી અંકલેશ્વર ખાતે સ્વામિનારાયણ સત્સંગ સમાજ આયોજિત તેમજ સરધારનિવાસી પૂજ્ય સદ્. શ્રીનિત્યસ્વરૂપદાસજી સ્વામીના વક્તાપદે 891 તથા 892 મી ઘરસભાનું ભવ્યઆયોજન પ.ભ.શ્રી હર્ષદભાઈ અરજણભાઈ પડસાળાના યજમાન પદે થયું હતું. અંકલેશ્વર ગુરુકુલના વડા પુજ્ય સ્વામી કૃષ્ણસ્વરુપ શાસ્ત્રીજી તેઓના ગુરુ પુજ્ય નારાયણસ્વરૂપદાસજી સ્વામીના દાદાગુરુ અને સદ્. શ્રી ગોપાળાનંદસ્વામીના શિષ્ય સદ્. મહાપુરુષદાસજી સ્વામી અને તેઓના શિષ્ય સદ્. શ્રી રુગનાથચરણદાસજી સ્વામી દ્વારા વિરચિત શ્રીહરિચરિત્ર ચિંતામણી ગ્રંથરાજ દ્વારા દરરોજ ઘરસભા ના માધ્યમથી, સંપ્રદાયના આદર્શ વક્તાશ્રી પુજ્ય સદ્. શ્રીનિત્યસ્વરૂપદાસજી સ્વામીના મુખેથી શ્રીહરિના દિવ્યચરિત્રની કથાનો સ્વામિનારાયણ સંપ્રદાય કે ઇત્તર સંપ્રદાયના સૌ કોઈ ધર્મપ્રેમી ભક્તો લાભ લઇ પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. પુજ્ય સ્વામીજીની ઘરસભા સંપ્રદાયમાં ક્રાંતિકારી કાર્ય કરી રહી છે. ઘરસભામાં સંપ્રદાયના સંતો તેમજ ખાસ્સા પ્રમાણમાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.