અમદાવાદઃ લતીફના સમયથી કુખ્યાત અમીના ડોન અને તેનો સાગરીત 31 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા - At This Time

અમદાવાદઃ લતીફના સમયથી કુખ્યાત અમીના ડોન અને તેનો સાગરીત 31 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા


- એસઓજી ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ પાણીપુરી વેચવાવાળા, ભિખારી વગેરેના વેશ ધારણ કરીને તેમને બાતમીના આધારે ઝડપી લીધા હતાઅમદાવાદ, તા. 24 ઓગષ્ટ 2022, બુધવારછેલ્લા કેટલાક સમયથી ડ્રાય સ્ટેટ ગુજરાત ડ્રગ્સના હબ તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ ડીલર અમીના બાનુ ઉર્ફે ડોન (ઉં. 52 વર્ષ) અને તેના સાગરીત સમીરૂદ્દીન ઉર્ફે બોન્ડની (ઉં. 38 વર્ષ) 31.310 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 3,13,100 રૂપિયાનું મૂલ્ય ધરાવતા ડ્રગ્સ સહિત કુલ 3,31,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના કાલુપુર વિસ્તારમાં રહેતા બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીસી એક્ટ કલમ 8 (સી), 21 (સી), 29 અંતર્ગત કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. કોણ છે આ અમીના બાનુઅમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર છે અને તે ડોન લતીફના સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલી છે. તેણી અગાઉ બ્રાઉન સુગરના કેસમાં 10 વર્ષ જેલની સજા ભોગવી ચુકી છે અને તે 100 જેટલા ડ્રગ્સ પેડલરની ચેઈન ધરાવે છે. ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડએસઓજી ક્રાઈમ બ્રાન્ચે મંગળવાર સવારથી જ અમીના બાનુને દબોચી લેવા માટે વોચ ગોઠવી હતી. એસઓજી ક્રાઈમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ પાણીપુરી વેચવાવાળા, ભિખારી વગેરેના વેશ ધારણ કરીને બાતમીના આધારે તેની ફિલ્મી સ્ટાઈલે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેણી ડ્રગ્સની 5-10 ગ્રામની પડીકી બનાવીને અને માત્ર જાણીતા લોકોને જ ડ્રગ્સ આપતી હોવાનું સામે આવ્યું છે. તે ઘરની ઓવરહેડ ટાંકી અને પાડોશીઓના ઘરે ડ્રગ્સનો જથ્થો સંતાડતી હતી. અમીના બાનુએ ત્રણેક વર્ષ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ પણ દાખલ કરી હતી. તેણી મુંબઈના અનેક ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્કમાં હોવાની અને છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સના વેપારમાં એક્ટિવ થઈ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. અમીનાબાનુને 2002માં એનડીપીએસ અંતર્ગત 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તેણી સજા કાપીને 2011માં બહાર આવી હતી. તે સિવાય પણ તેના વિરૂદ્ધ અનેક કેસ દાખલ થયેલા છે. જ્યારે સમીરૂદ્દીન રીક્ષા ડ્રાઈવીંગનું કામકાજ કરે છે અને કારંજ પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના ગુના ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ચેઈન સ્નેચિંગને લગતા આશરે 30 જેટલા ગુનાઓમાં ઝડપાયેલો છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાલુપુર ભંડેરી પોળ, વાણીયા શેરીના નાકેથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ પણ વાંચોઃ ગુજરાતમાંથી રૂ.2151 કરોડનું ડ્રગ્સ ઝડપાયું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.