બિહારમાં CBIનો ધમધમાટ: RJDના બે MLA બાદ તેજસ્વી યાદવના મોલમાં દરોડા - At This Time

બિહારમાં CBIનો ધમધમાટ: RJDના બે MLA બાદ તેજસ્વી યાદવના મોલમાં દરોડા


નવી દિલ્હી,તા.24 ઓગસ્ટ 2022, બુધવાર આજે બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ સરકાર ફ્લોર ટેસ્ટમાં પ્રવેશવા જઈ રહી છે. આ દરમિયાન CBIએ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડની તપાસ ઝડપી કરી છે. આ મામલે બિહારમાં આરજેડીના એમએલસી સુનિલ સિંહ સહિત 4 નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં આ તપાસનો વ્યાપ ગુરુગ્રામ સુધી પહોંચી ગયો છે અને તેજસ્વી યાદવના મોલ પર દરોડા પાડવામાં આવ્યા છે. CBIની ટીમ ક્યુબ્સ 71 મોલ પર દરોડા પાડવા પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે, જોબ સ્કેમમાંથી મળેલી રકમનો ઉપયોગ આ મોલના નિર્માણમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મોલ તેજસ્વી યાદવ અને તેના એક સહયોગીનો છે.બુધવારે સવારે સીબીઆઈએ પટનામાં આરજેડીના એમએલસી સુનીલ સિંહ અને સાંસદ ફયાઝ અહેમદના ઘરે પણ દરોડા પાડ્યા છે. આ મામલામાં CBIએ પટના, કટિહાર અને મધુબની સિવાય દિલ્હીમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. આ સિવાય હરિયાણાના ગુરુગ્રામમાં તેજસ્વી યાદવના મોલ પર રેડ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી દ્વારા કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આને લઈને રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે અને આરજેડીએ તેને ભાજપની નારાજગી ગણાવી છે.તેજસ્વીએ કહ્યું- હું ગૃહમાં જવાબ આપીશ, રાબરીએ કહ્યું અમે ડરતા નથીબિહારના પૂર્વ સીએમ રાબડી દેવીનું કહેવું છે કે, અમે આવા દરોડાથી ડરતા નથી. અમારી સામે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. આ સિવાય તેજસ્વી યાદવે આ દરોડાઓનો જવાબ સદનમાં જ આપવાનું કહ્યું છે. તેમણે મીડિયાને કહ્યું કે તમે લોકો પણ સદનમાં જ રહો. આ બધી બાબતોનો જવાબ અમે ત્યાં જ આપીશું. આ સિવાય આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, તેને ઈડી, આઈટી કે સીબીઆઈના દરોડા કહા ખોટા છે. આ ભાજપની જ રેડ છે. આ તમામ એજન્સીઓ ભાજપ હેઠળ કામ કરે છે. તેમની ઓફિસો ભાજપની સ્ક્રિપ્ટ પર જ કામ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.