તળાજા તાલુકાના બેલા ગામે બજરંગદાસ બાપાની નવી મઢુલીમાં બજરંગદાસ બાપાના ફોટા ની સ્થાપના કરવામાં આવી - At This Time

તળાજા તાલુકાના બેલા ગામે બજરંગદાસ બાપાની નવી મઢુલીમાં બજરંગદાસ બાપાના ફોટા ની સ્થાપના કરવામાં આવી


તળાજા તાલુકાના બેલા ગામે બજરંગદાસ બાપાની નવી મઢુલીમાં બજરંગદાસ બાપાના ફોટા ની સ્થાપના કરવામાં આવી

તળાજા તાલુકાના બેલા ગામે બજરંગદાસ બાપાની નવી મઢુલી બની છે જેમાં બજરંગદાસ બાપાના ફોટાને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ સાથે મઢુલીની જગ્યામાં ભૂમિ પૂજન યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો જેમાં આ સાથે સમગ્ર ગામમાં બજરંગદાસ બાપાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બેલા ગામ એવું ગામ છે કે દરેક સમાજ સાથે મળીને વર્ષના તમામ ઉત્સવો હેત પરથી ઉજવે છે એ હિસાબે કહેવાય છે કે બેલાની બલીહારી આ કાર્યક્રમમાં બેલા ગામના ગામ પંચાયત સભ્ય સરપંચ શ્રી. ગામના આગેવાનો શ્રી નનકુભાઈ દેસાઈ માજી સરપંચ શ્રી. ભાભલુ બાપુ દેસાઈ ડી સી પંડ્યા પ્રવીણભાઈ ડાખરા. તુલસીભાઈ બલર. હસમુખભાઇ બારૈયા દલપતભાઈ બારૈયા પથુભાઈ દેસાઈ. લવજીભાઈ બાદશાહ. અમરૂભાઈ દેસાઈ. બાલુભાઈ વણકાણી મોહનભાઈ સીતારામ ડીડી પંડ્યા આશિષભાઈ ધાંધલીયા જીવાભાઇ દેસાઈ વિષ્ણુ બાપુ મનહરભાઈ ડાખરા. ભરતભાઈ દેસાઈ તલાટી કમ મંત્રીશ્રી. ડાયાભાઈ પડાયા અરવિંદભાઈ પડાયા.. આ કાર્યક્રમમાં ગામ ધુવાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે જેના દાતા છે. નટુભાઈ જેરામભાઈ ઘોરી.. અને બજરંગદાસ બાપાના ફોટા ના દાતા છે રણછોડભાઈ મેઘજીભાઈ કાકડીયા. બેલા ગામમાં વર્ષના જેટલા કાર્યક્રમો થતા હોય છે એ સમગ્ર ગામની એકતા થઈને કાર્યક્રમો થાય છે ત્યારે જ કહેવાય છે બેલા ગામની બલીહારી...

રિપોર્ટ= ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.