અંચેલી રેલવે સ્ટેશને એક ટિકિટ વિન્ડોની સુવિધા પૂરી પાડવા ગામવાસીઓની વર્ષોથી માંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/villagers-have-been-demanding-for-years-to-provide-a-ticket-window-facility-at-ancheli-station/" left="-10"]

અંચેલી રેલવે સ્ટેશને એક ટિકિટ વિન્ડોની સુવિધા પૂરી પાડવા ગામવાસીઓની વર્ષોથી માંગ


- અંચેલી અને આસપાસના 18 થી 20 ગામોના લોકો રોજગારી માટે સચિન, ઉધના અને સુરત જાય છેસુરત,તા.13 ઓગસ્ટ 2022,શનિવારઅંચેલી રેલ્વે સ્ટેશનની એક ટિકિટ વિન્ડોની વર્ષોની માંગ છે. ટિકીટ વેચાણ તથા કોરોના કાળમા બંધ થઇ ગયેલ તમામ ટ્રેનો ફરી શરુ કરવાની માંગ પીએસી કમિટી મેમ્બરે વેસ્ટન રેલવેના ડીઆરએમ સમક્ષ રુબરુ મળીને કરી છે. અંચેલી અને આજુબાજુ ગામના 18 થી 20 ગામોથી રોજ હજારો લોકો પોતાના રોજગાર-ધંધા માટે સચિન, સુરત, ઉધના તરફ જાય છે. ટ્રેન પકડવા છેક વેડછા સુધી જવું પડે છે. ટ્રેન બાબતે તકલીફો અંગે ગામના સરપંચ નિરંજના પટેલે સાંસદ સીઆર પાટીલને લેખીત જણાવ્યું હતું.મરોલી રેલવે સ્ટેશન પાસેના ઓવર બ્રીજનું કામ ઘણાં વર્ષોથી ધીમી ગતિએ ચાલે છે. હજારો મુસાફરો, ગ્રામવાસીઓ અને ઉભરાટ જતાં સહેલાણીઓ બહુ પરેશાન થઇ રહ્યાં છે. સચિન રેલવે સ્ટેશન પર આવવા-જવા મુસાફરોને કોઇ સવલત નથી અને 2 બ્રિજનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલે છે. બ્રિજના કામની ગતિ વધારી મુસાફરોને તાત્કાલિક સવલતો પુરી પાડવા જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના અંચેલી, મરોલી, સચીન તથા અન્ય સ્ટેશનોએ ભૌતિક સુવિધા અને ટ્રેન સ્ટોપેજના પ્રશ્નોની પીએસી કમિટી મેમ્બર છોટુભાઈ પાટીલે મુંબઈ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ જીવીએલ સત્યા કુમાર સમક્ષ રુબરુ ચર્ચા કરી હતી. ડીઆરએમએ એકથી દોઢ મહિનામા તમામ પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]