ચોરીના ગુનામાં પકડેલી બે મહિલા પોલીસ સ્ટેશનમાંથી નાસી ગઇ! - At This Time

ચોરીના ગુનામાં પકડેલી બે મહિલા પોલીસ સ્ટેશનમાંથી નાસી ગઇ!


પંચનાથ પ્લોટમાં ત્રણ દી’ પૂર્વે ચોકીદારની ઓરડીમાં ચોરી કરી’તી

ઇન્વે રૂમમાં સફાઇ થતી હોય, પોલીસ સ્ટેશન ઓફિસર સામે બેસાડી હતી ત્યારે નજર ચૂકવી ભાગી, એક ધ્રોલ નજીકથી ઝડપાઇ

શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાંથી બે મહિલા તસ્કર પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી, પોલીસે એક મહિલાને ધ્રોલ નજીકથી ઝડપી લઇ અન્ય એકની શોધખોળ તેજ કરી હતી, ચોરીના ગુનામાં બંનેને પોલીસે પકડી હતી અને પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ)ની નજર ચૂકવી તે ફરાર થઇ ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.