અમદાવાદમાં નીકળી તિરંગા યાત્રા...તસવીરો જુઓ - At This Time

અમદાવાદમાં નીકળી તિરંગા યાત્રા…તસવીરો જુઓ


- આ તિરંગા યાત્રામાં શાળાના બાળકોએ અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરી હતી જેમાં કોઈ મહાત્મા ગાંધી, શિવાજી તો કોઈ ભારતમાતા બન્યું હતું અમદાવાદ, તા. 13 ઓગષ્ટ 2022, શનિવારદેશભરમાં 15 ઓગષ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં આ અવસરને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના નાના બાળકોથી માંડીને સૌ કોઈ દેશભક્તિના ભાવે રંગાયા હોય એવા દશ્યો જોવા મળ્યા હતાં. દેશભરમાં 'હર ઘર તિરંગા' યોજના અંતર્ગત PM મોદી દ્વારા તિરંગા લહેરાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં શળાના વિધાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ઘણો લાંબો તિરંગો જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના બાળકોએ અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરી હતી. જેમાં કોઈ મહાત્મા ગાંધી, શિવાજી તો કોઈ ભારતમાતા બન્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત, ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોસ્ટરો, બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon