રાજગૃપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ સંગઠનનાં સભ્યો દ્વારા ગૃહ પ્રધામંત્રીને આપી અરજી
રાજગૃપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ સંગઠનનાં સભ્યો દ્વારા ગૃહ પ્રધામંત્રીને આપી અરજી
ગુજરાતમાં અનેક લોકો દારૂ ના લઠાકાંડ થી મોતને ઘાટ ઉતરેલા છે અને આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનું માત્ર નાટક હોય એવુ વાતાવરણ છે આજે ગુજરાતનું એકપણ ગામ કે શહેર એવું બતાવો કે જયાં દેશી કે વિદેશી દારૂ ન મળતો હોય ગુજરાતમાં જો દારૂ બંધી હોય તો આ દારૂ કયાંથી આવે છે કાતો ગુજરાતની બૉર્ડરો ઉપરથી દારૂને આ ગુજરાત પોલીસ મારફતે અંદર ઘુસાડવામાં આવે છે કાંતો આ દારૂ ગુજરાતમાં બનાવવામાં આવે છે પણ આજ સુધી આ દારૂ બંધીના નાટકનું રહશીય જાણવા મળેલ નથી અને પોલીસ અને ગુજરાત સરકાર આ દારૂ વેચાતો કે બનાવતો કે બહારથી આવતો રોકી શકી નથી એનો મતલબ કે ગુજરાત સરકારજ દારૂ બનાવનાર અને વેચનાર ને પ્રોત્સાહન આપે છે હું એક તમોને દાખલો આપુ કે ગુજરાત માં જયારે આતંકવાદી આવીને જે તબાહી મચાવી અને એમા જે લોકો મોતને ઘાટ ઉતર્યો એના કરતા આ દારૂના લીધે હજારો બહેનો દિકરીઓ અનાથ થાય છે વિધવા થાય છે માતા પિતા પોતાના બાળકો વિનાના થાય છે તો આપ સાહેબ આ દારૂ બનાવનાર અને વેંચનાર બહારથી લાવનાર માટે અમારા મંતવ્ય પ્રમાણે એક કાયદો પસાર કરશો એવી આપ સાહેબશ્રીને વિનંતી જે કાયદો નિચે મુજબ છે
૧. ગુજરાતના જે ગામડાઓમાં દારૂ પકડાય તે ગામના સરપંચને તાત્કાલીક ડીસમીસ કરવામાં આવે(૧૦ વર્ષમાટે) આવે
ર. ગુજરાતના જે ગામડામાં કે શહેરના વિસ્તાર માં દારૂ પકડાય તે વિસ્તારના પોલીસ અધિકારીને ડીસમીસ કરવામાં
૩. ગુજરાતના જે ગામ માં કે શહેરમાં દારૂ વેચનાર,બનાવનાર,કે બહારથી લાવનારને ૩ વર્ષ સુધી જેલની સજા(બીનજામીન)
૪. ગુજરાતના જે ગામમાં દારૂ પી પકડાય તો એ દારૂ પીવાવાળાને ૬ મહીનાની જેલની સજા જે બીન જામીની હોય
૫. ગુજરાત માં જયારે ચુંટણીઓ આવે ત્યારે દારૂ વેચનાર કે પાવા વાળી પાર્ટીના આગેવાનને ૧૦ વર્ષની સજા આવા કાચદા ગુજરાતમાં લાવી ગુજરાતના યુવાધનને દારૂથી બચાવો માત્ર દારૂબંધીનું નાટક બંધ કરી ગુજરાત સરકાર આંખ ઉઘાડે અને કાયદા વ્યવસ્થા નું અસામાજીક તત્વોને ભાન કરાવે એવી આપ સાહેબશ્રીને રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તિ ટ્રસ્ટ ગુજરાતની માંગણી છે
નકલ રવાના
૧. હર્ષસંઘવી-ગૃહ પ્રધાનમંત્રીશ્રી,ગુજરાત રાજય ર. એસ.પી.સાહેબશ્રી,રાજકોટ
૩. કલેકટર સાહેબશ્રી, રાજકોટ
૪. જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી,રાજકોટ
૫. પ્રાંત અધિકારી સાહેબશ્રી,જસદણ/વિંછીયા
૬. મામલતદાર સાહેબશ્રી, વિંછીયા ૭. પી.આઈ.સાહેબશ્રી,જસદણ
૮. પેશ મીડીયા એસોશીયેન-રાજકોટ જીલ્લો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.