માળીયા હાટીના તાલુકાના તલાટી મંત્રીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખને આપ્યું આવેદન પત્ર
ગુજરાત રાજ્યભરના તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે તલાટી મહામંડળ ના આદેશ અનુસાર બીજી ઓગસ્ટથી માળીયા હાટીના તાલુકાના તલાટી મંત્રીઓ હડતાલમાં જોડાશે
આ હડતાલ દરમ્યાન તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ હર ધર તિરંગા સિવાયની તમામ પ્રકારની કામગીરી નો બહિષ્કાર કરશે
રાજ્યભરના તલાટીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં આખરે ૨ ઓગસ્ટે તમામ તલાટીએ હડતાંળ પર જવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્યોના તમામ તલાટી મંત્રીના પોતાના પડતર પ્રશ્નોને લઈને તલાટીઓએ ૨જી ઓગષ્ટથી હડતાલ પર જવાનુ નક્કી કર્યુ છે.ત્યારે માળીયા હાટીના તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને ચિમકી અપાઈ છે. મુખ્યમંત્રીને આપેલા પત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર સાથે સમાધાન થયા બાદ પણ નવ મહિનાથી એકપણ પ્રશ્નનુ નિરાકરણ ન આવતા આખરે અચોક્કસ મુદતની હડતાલ પાડીશુ. એવી ચેતવણી અપાઈ છે કે, ૧લી ઓગષ્ટ સુધીમાં સરકાર કોઈ નક્કર પગલા નહી ભરતા રજી ઓગસ્ટથી ગુજરાતભરમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. જેમાં માળીયા હાટીના તાલુકાના તલાટી મંત્રીઓ એ ૨ ઓગસ્ટે હળતાલમાં જોડાસે તેવી યાદી માળીયા હાટીના તાલુકા તલાટી મંત્રી મંડળ પ્રમુખ એસ. એન . રાઠોડ તથા માળીયા હાટીના તમામ તલાટી મંત્રી દ્વારા આજ રોજ માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા અને માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ અને માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી તેમજ માળીયા હાટીના મામલતદાર ગોહેલ ને આવેદનપત્ર આપી ૨ ઓગસ્ટે તમામ તલાટી મંત્રી સ્ટાફ હળતાલમાં જોડશે તેવી યાદી જણાવેલ
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.