ઇડરની મહિલા આર્ટ્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસ તથા ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
*ઇડરની મહિલા આર્ટ્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસ તથા ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો*
***
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની મહિલા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત મહિલા સુરક્ષા દિવસ તથા ઘરેલુ હિંસા અધિનિયમ -2005 અંગે જાગૃતા સેમિનાર યોજાયો. રાજ્યભરમાં 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ દરમિયાન "નારી વંદન ઉત્સવ" ની ઉજવણી કરવામાં આવી રહી છે.નારી વંદન ઉત્સવ ઉજવણી સપ્તાહમાં મહિલાઓની સુરક્ષા, સલામતી, મહિલા સશક્તિકરણ અર્થે વિવિધ દિવસોની ઉજવણી થનાર છે. જે અંતર્ગત પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ અધિકારી હિંમતનગર શ્રી જે. એ. રાઠવાએ જણાવ્યું હતું કે સ્ત્રી થકી સમગ્ર માનવજીવનનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે.પરંતુ સ્ત્રીઓને છેડતી તથા ઘરેલુ હિંસા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના યોગ્ય નિકાલ માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે.જેના થકી મહિલાઓ સુરક્ષિત રહી શકે.
આ પ્રસંગે ફિલ્ડ ઓફિસરશ્રી દેવાંગભાઈ સુથાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, બેટી બચાઓ બેટી પઢાવો,સુકન્યા યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં હતી.
આ સેમિનારમાં લીગલ એડવોકેટ ઇડર કોર્ટ દ્વારા મહિલા સુરક્ષા અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગેની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને 181 અભયમ વિષયક માહિતી OSC કેન્દ્ર સંચાલકશ્રી હેતલબેન સુતરીયા દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અનસૂયાબેન ગામેતી, જિલ્લા સંગઠનમંત્રીશ્રી મીનાબેન ગઢવી, તાલુકા કારોબારી અધ્યક્ષશ્રી દક્ષાબેન ચૌધરી, મહિલા PSI ઇડર શ્રી નીલમબેન ગઢવી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતિ મેઘાબેન ગોસ્વામી, સુથાર PBSC કાઉન્સિલરશ્રી ચેતનાબેન વૈદ્ય, VMK સ્ટાફ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આભીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.