સરલા દુધઈ ગામે લમ્પી વાયરસ ની રસીકરણ કરવામાં આવ્યું ૧૪૦૦ પશુઓ ને રસી આપવામાં આવી - At This Time

સરલા દુધઈ ગામે લમ્પી વાયરસ ની રસીકરણ કરવામાં આવ્યું ૧૪૦૦ પશુઓ ને રસી આપવામાં આવી


*મુળી ના સરલા અને દુધઈ ગામે લમ્પી વાયરસ નું ૧૪૦૦ પશુઓ ને રસિકરણ*

મુળી તાલુકાનાં સરલા અને દુધઈ ગામે પશુ ડોકટર ની ટીમ દ્વારા પશુઓ ને લમ્પી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય દુધઈ વડવાળા મંદિર ની ગૌશાળામાં ગાયોને અને પશુપાલકો નાં પશુઓ ને રસિકરણ કરવામાં આવ્યું હતું તેમજ સરલા ગામે નધણિયાતા પશુઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં પશુ ડોકટર ની ટીમ કામે લાગી હતી જેમાં મુળી વેટનરી ઓફીસર બી.એસ.પટેલ અને એ.બી.ભરવાડ વનરાજ ભાઈ ચૌહાણ એલ.આઈ.સહિત એ.આઈ.વર્કર મેહુલ બાવળીયા.,હરીભાઈ પટેલ, દશરથ ભાઈ સોલંકી, સહિતના સહાયક મિત્રો સાથે સમગ્ર ટીમ દ્વારા આયોજન પૂર્વક રસિકરણ કરવામાં આવ્યું હતું જેમાં દુધઈ ગામે ૬૫૦ અને સરલા ગામે ૭૫૦ પશુઓ ને રસિકરણ કરવામાં આવ્યું હતું માટે હાલ લમ્પી વાયરસ માં પશુપાલકો ને રાહત મળી છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.