આપ દ્વારા ખંપાળીયા ગામે ખેડૂત સભા યોજાઈ અનેક કાર્યકરો એ ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lpx8j2zsxorkviar/" left="-10"]

આપ દ્વારા ખંપાળીયા ગામે ખેડૂત સભા યોજાઈ અનેક કાર્યકરો એ ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ


*મુળી ના ખંપાળીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભા યોજાઈ*

*કોંગ્રેસ ભાજપ નાં કાર્યકરોએ પહેર્યો આપ નો ખેસ કોંગ્રેસ ભાજપ માં ભડકો*

મુળી તાલુકાનાં ખંપાળીયા ગામે ચોટીલા-૬૩ વિધાનસભા અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતાં જેમાં આપ નાં પ્રદેશ કિશાન સંગઠન પ્રમુખ રાજુભાઇ કરપડા એ સભા સંબોધી હતી જેમાં પાક વિમો, નર્મદા નાં નીર,એસ.ડી.આર.એફ યોજના અંતર્ગત લાભો,ખાતર અને વિજળી બાબતે ભાવ વધારો, અને ખેડૂતો નાં પ્રશ્નો લ‌ઈ ને માર્ગદર્શન આપ્યું હતું સાથે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને તેને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે હાંકલ કરવામાં આવી હતી જેમાં ખંપાળીયા ગામ અને આજુબાજુના ગામોમાં થી આગેવાનો સાથે ખેડૂત જોડાયા હતા રાજુભાઈ કરપડા ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ અને ભાજપ નાં ૨૦૦ કાર્યકરો એ આપ નો ખેસ ધારણ કરતાં રાજકીય હલચલ મચી જવા પામી છે જેમાં આગેવાનો ભુપતભાઈ સવસીભાઈ દુધરેજીયા અને પોલભાઈ કરપડા એ ખેસ ધારણ કરતાં સમગ્ર કાર્યકરોએ તેઓને તાળીઓ નાં ગડગડાટ થી વધાવી લીધાં હતાં
*ચોટીલા વિધાનસભાના ખંપાળીયા ગામે "આપ" નેતા રાજુભાઈ કરપડા ના અધ્યક્ષ સ્થાને ખેડૂત સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ લોકો હાજર રહ્યા હતા આ તકે જિલ્લા પ્રમુખ હિતેશ બજરંગ સહિત જિલ્લા ના હોદ્દેદારો સાથે જ કિશોર ભાઈ, વિજય ભાઈ, ભૂપત ભાઈ,પોલભાઈ કરપડા,અશોક ભાઈ, અજિત સિંહ, ગિરીશ ભાઈ,દિલીપ સિંહ, મુન્ના ભાઈ, જયરાજ ગોસ્વામી, ઉદય ભાઈ, સંગીતા બેન મહેતા, સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા*

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]