ચોટીલાનાં નાના પાળીયાદ ગામે પશુઓમાં રોગો ની સારવાર માટે મેગા કેમ્પ યોજાયો.
ગુજરાતમાં ઠેર ઠેર પશુઓમાં લપી વાયરસ ફેલાવ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ વિસ્તાર ચોટીલાના નાના પાળિયાદ ગામે પશુઓમાં લપી વાયરસનું લક્ષણો દેખાયા. જ્યારે જીગ્નેશ પરાલીયા, નાના પાળીયાદ ડેરી મંત્રી જલાભાઇ શિયાળીયા તેમજ ગ્રામજનો એકઠા થઈ ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ તેજાભાઈ શિયાળીયા ને જાણ કરતા તાત્કાલિક સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમ ને બોલાવી તપાસ કરાવી.નાના પાળીયાદમાં લપી રોગનો પગ પેસારો ગાયોમાં આવ્યા છે એ વિશે પણ વાત કરી. વધુ વિગતમાં જણાવ્યું કે તમારા પશુઓમાં કોઈ આવા લક્ષણો દેખાય તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરો. આ મેગા કાર્યક્રમને સહભાગી બનવાવા ચોટીલા તાલુકા પ્રમુખ તેજાભાઈ, સુરેન્દ્રનગર ડેરી ના કર્મચારીઓ, પશુપાલન આરોગ્ય વિભાગના કર્મચારીઓ, નાના પાળીયાદ ગામના આગેવાન જલાભાઇ શિયાળીયા, રાણાભાઇ શિયાળીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
at this time news sayala
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.