માળીયા હાટીના તાલુકામાં ગાયોમાં લમ્પી વાયરસ વકરતા તાલુકા વિકાસ અધિકારી અને આગેવાનો પશુપાલન દવાખાને ઊડતી મુલાકત લીધી
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માળીયા હાટીના તાલુકામાં લમ્પી વાયરસ વકર્યો
માળીયા હાટીનામાં તાલુકામાં ગાયોમાં લમ્પી વાયરસ વકરતા આજે માળીયા હાટીના પશુપાલન દવાખાને તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી, માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ, માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા સહિત ના આગેવાનો એ ડો. આર. બી.સોલંકી સાથે ગાયોમાં લમ્પી વાયરસ વકરતા અટકાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આતકે ગૌ રક્ષકોને અધિકારીઓ અને આગેવાનો દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો છે
તેમજ લમ્પી વાયરસથી પીડાતી ગાયો ગાયોની સ્થળ પર જાત મુલાકાત લીધી હતી હાલ સરકાર દ્વારા માળીયા હાટીના તાલુકાને 10000/ વેકસીન ડોઝ આપવવા માં આવ્યા આગામી દિવસો દરેક ગામમાં આ રસીકરણ કરવામાં આવશે
હાલ દરેક વ્યક્તિઓ એ ફૂલ નહિ ફૂલની પાંખડી જેટલો ફાળો ગૌરક્ષકો ને સાથ સહકાર આપવો જેથી મુંગા પશુ અને માલઢોર લમ્પી વાયરસ વકર્યો છે તે ને આપણે સૌ સાથે મળી માળીયા હાટીના ને લમ્પી વાયરસને મુક્ત કર્યે
હાલ માળીયા હાટીનામાં સરકારી પશુપાલન ડોકકટર અને ગૌ રક્ષકો ખુબજ રાત દિવસ જોયા વગર ગૌ સેવા ની સારી કામગીરી કરી રહ્યા છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.