રાણીપાટ ગામલોકો ની સજાગતા થી લમ્પી વાયરસ નું રસિકરણ થયું પશુપાલકો માં રાહત
*મુળી ના રાણીપાટ ગામે ગામલોકો ની સજાગતા નાં કારણે લમ્પી વાયરસ નું રસિકરણ થયું*
મુળી તાલુકાનાં રાણીપાટ ગામે ગાયો અને પશુઓમાં લમ્પી વાયરસ નાં ચિન્હો દેખાતાં તુરંત પશુપાલકો ચિંતિત બન્યા હતા અને ગ્રામપંચાયત ને જાણ કરવામાં આવતા હાજર રાઘવેન્દ્ર સિંહ રાણા એ પશુપાલન શાખા માં આ બાબતે રજૂઆત કરતાં ટીમ આવી પહોંચી હતી અને રાણીપાટ ગામે ૫૧૦ પશુઓ ને રસિકરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર ની ટીમો દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવતાં મોત નાં મુખમાંથી પશુઓ ની બચાવી લીધા હતા તેથી પશુપાલકો માં રાહત થઈ હતી રાણીપાટ નાં જાગૃત યુવાન અને ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ એવા હાલ રાઘવેન્દ્ર સિંહ રાણા ( મુન્નાભાઈ) ની જાગૃતિ નાં કારણે તુરંત પશુઓ ને રસિકરણ સહિત સારવાર મળી હતી દુધ ઉત્પાદન માટે જાણીતું ગામ છે અને મોટીસંખ્યામાં પશુપાલકો હોય ત્યારે આવી રીતે તમામ ગામોમાં સરપંચ સક્રિય રીતે કાર્ય કરે તો લમ્પી વાયરસ માં થી રાહત મળી શકે તેમ છે તમામ કાર્ય માં જીવદયા ગૃપ થાનગઢ ની ટીમ અને ઘનાભાઈ મારાજ, ભરતભાઈ, જગાભાઈ, પરેશભાઈ રંગપરા સાથે ગામનાં યુવાનો એ ટીમ સાથે કદમ મિલાવી સહયોગ આપેલ હતો
*રામકુભાઈ કરપડા મુળી*
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.