રાજકોટ શહેર જીલ્લાની ૧૦૮ સેવાની ઉત્કૃષ્ટ કામગીરી ની રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી નોંધ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3aajkwbdi6zoltza/" left="-10"]

રાજકોટ શહેર જીલ્લાની ૧૦૮ સેવાની ઉત્કૃષ્ટ કામગીરી ની રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી નોંધ.


રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર ૧૦૮ની સેવા GCK ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોક ભાગીદારીથી આજે આરોગ્ય સેવા વિશ્વાસ અને ચોક્ક્સાઈનો પયાર્ય બની ગયો છે. ૧૦૮ની ઈમરજન્સી સેવા ૨૪/૭ રાજ્યભરમાં પુરી પાડવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લાની ૧૦૮ સેવાની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લઈ ટીમને બિરદાવવામાં આવી હતી. આ તકે GVK ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા રાજકોટ જીલ્લામાં ૧૦૮માં ફરજ બજાવતાં શ્રી રોહિતભાઈ વાળાને તેમની વિશિષ્ટ કામગીરી બદલ હૈદરાબાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ વિગતો આપતા ૧૦૮ ટીમના રાજકોટ જીલ્લાના EME શ્રી વિરલભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લામાંથી થોડા સમય પહેલા ૧૦૮ ઉપર એક બર્ન કેસના દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કોલ આવ્યો હતો. ગણતરીની મીનીટોમાં જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ કેસમાં પીડિત ૯૫% બર્ન થઈ ગયેલા હતા. અત્યંત નાજુક પરિસ્થિતિમાં સતર્કતા સાથે શ્રી રોહિતભાઈ વાળાએ બુદ્ધિચાતુર્ય દ્વારા ડોક્ટરની ઓનલાઈન મદદ લઈ સારવાર પૂરી પાડી હતી. પીડિતને જરૂરી સારવાર આપી હેમખેમ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમના ત્વરીત નિર્ણય થકી દર્દીને સમયસર સારવાર મળતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે સમગ્ર ટીમનો કામ કરવાનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, કટોકટીની કોઈપણ ક્ષણે પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઈમરજન્સી રિસ્પોન્સ CPF ફાયર ફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલ્ય માનવજીવન બચાવે છે. સતર્કતા અને સમય બદ્ધતા સાથે સત્વરે પીડીતને સલામતી સાથે સંબંધિત યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવા ૧૦૮ની ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે. ટાઢ, તાપ, વરસાદ કે અન્ય કોઈપણ વિપરીત જટિલ પરીસ્થિત આવે, સતર્કતાથી દરેક પરીસ્થિતને પહોંચી વળવા માટે ૧૦૮ ટીમ હરહંમેશ કટીબદ્ધ હોય છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]