માળીયા હાટીના થી પસાર થતી રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર મેગા બ્લોક લેવાના કારણે 30મી જુલાઈની સોમનાથ - અમદાવાદ -સોમનાથ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે - At This Time

માળીયા હાટીના થી પસાર થતી રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર મેગા બ્લોક લેવાના કારણે 30મી જુલાઈની સોમનાથ – અમદાવાદ -સોમનાથ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે


રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર મેગા બ્લોક લેવાના કારણે 30મી જુલાઈની સોમનાથ-અમદાવાદ-સોમનાથ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે
રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર 30.07.2022ના રોજ ડબલ ટ્રેકના કામ હેઠળ 10 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:-
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:-
• ટ્રેન નં. 19119 અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી 30.07.2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
• ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી 30.07.2022 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ઉલ્લેખનીય છે કે 30.07.2022 ના રોજ વેરાવળથી ઉપડતી ટ્રેન નં. 11087 વેરાવળ - પુણે એક્સપ્રેસ વેરાવળથી 3 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ટ્રેન વેરાવળથી 3 કલાક મોડી દોડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેવી યાદી રેલ્વે વિભાગ જણાવેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.