અમદાવાદ સાણંદ GIDC પોલીસ દ્વારા નાગરિકોના હિતમાં e-FIR નવો અભિગમ - At This Time

અમદાવાદ સાણંદ GIDC પોલીસ દ્વારા નાગરિકોના હિતમાં e-FIR નવો અભિગમ


નાગરીકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ માં સરળતા રહે તે હેતુથી ગુજરાત પોલીસનો નવો અભિગમ

તારીખ ૨૩/૦૭/૨૦૨૨ ના રોજ MAIN AUDITORIUM, NSFU, સેક્ટર-૯ ગાંધીનગર ખાતે માન. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી નાઓ દ્વારા માન.મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ રાજય મંત્રી મંત્રી શ્રી નાઓની ઉપસ્થિતીમા e - FIR સેવાનો શુભારંભ તથા રાજયકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનુ ઉદઘાટન અને બોડીવોર્ન કેમેરાનુ રાજય વ્યાપી રોલ આઉટ કરી ગુજરાત પોલીસની ટેકનોલોજી આધારીત નવી સેવાઓનો શુભારંભ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત ઇ-એફ.આઇ.આર સેવાઓ થકી નાગરીકોને ઘરે બેઠા વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ કરી શકાય તેમજ સીટીઝન પોર્ટલની અન્ય સેવાઓ જેવી કે, ઇ-એપ્લીકેશન, મીસીંગ પર્સન રિપોર્ટ, સર્ચ મીસીંગ પર્સન, ઘરઘાટીની નોંધણી, ડ્રાયવર નોંધણી, સીનીયર સીટીઝન નોંધણી, એન.ઓ.સી માટે ની અરજી, જેવી અન્ય સેવાઓનો લાભ નાગરીક ઘરે બેઠા એક જ ક્લીકના માધ્યમથી મેળવી શકે તે હતુથી સીટીઝન પોર્ટલ અંતર્ગત ઇ-એફ.આઇ.આર સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે.
ઇ-એફ.આઇ.આર સેવાના ફાયદા

ઇ-એફ.આઇ.આર અંતર્ગત નાગરીકને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત રહેતી નથી

નાગરીક ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશ એપના માધ્યમથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકે છે.

જે અંતર્ગત નાગરીકને પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસ થી જાણ થશે તેમજ ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે.

નાગરીકને ફરીયાદની પ્રગતી બાબતે એસ.એમ.એસ. થી જાણ થાય તેવી સુવિધા કરવામાં આવેલ છે. સાથે સાથે વિમા કંપનીને પણ તે અંગેની જાણ થાય તેવી સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવેલ છે. જેથી વિમો મેળવવામાં સરળતા રહે.

નાગરીકની ફરીયાદ ની તપાસ ૨૧ દિવસમાં પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે.

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ - અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.