ધંધુકામાં રાજકોટના રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી. - At This Time

ધંધુકામાં રાજકોટના રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી.


ધંધુકામાં રાજકોટના રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી.
દર માસે કેમ્પ કરી પાંચ વર્ષમાં 2000 મોતિયા ના ઓપરેશન વિનામૂલ્ય કર્યા હશનભાઈ સંઘરીયાત અને દિપકભાઈ મોદી સતત સેવાઓ આપે છે.
ધંધુકા ખાતે શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની છેલ્લા પાંચ વર્ષથી પ્રસન્ન્ય કામગીરી
ધંધુકા ડી.એ. વિદ્યામંદિરના નિવૃત્ત પ્રિન્સિપાલ કિર્તીભાઈ દવે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ધંધુકા ખાતે વર્ષોથી સ્વ વસંતભાઈ શાહ (ચોપડી વાળા) દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જેમાંની એક "માનવ પ્રેરિત દવાની સહાય" દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર મહિને ધંધુકામાં મોતિયાના ઓપરેશનનો કેમ યોજવામાં આવે છે દર મહિને 200 થી વધુ દર્દીઓ આંખની તપાસ કરાવવા માટે આવે છે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની આંખની તપાસણી કરવામાં આવે છે જેમાં થી તપાસની પછી મોતિયા ઓપરેશન ની જરૂરિયાતવાળા 50 થી 60 દર્દીઓને શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત રણછોડરાય આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે ઓપરેશન માટે જવા આવવાની તેમજ જમવાની પુરી વિનામૂલ્ય વ્યવસ્થા સાથે મોતિયાનુ ઓપરેશન કરી આપવામાં આવે છે મોતિયાના દર્દીને ઓપરેશનમાં રૂપિયા 25,000 નો લેન્સ મૂકી આપવામાં આવે છે આ સમગ્ર વ્યવસ્થા અને કામગીરી માટે લાભાર્થી દર્દીઓ પાસે કોઈ રકમ શુલ્ક લેવામાં આવતું નથી

ધંધુકા ખાતે સેનેટરીયમ બસ સ્ટેશન સામે રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિનામૂલ્યે યોજાતા આંખ નિદાન સારવાર મોતિયા કેમ્પમાં મોતિયાના 2000 જેટલા ઓપરેશનો લાભ નાત જાતના ભેદભાવ વગર આર્થિક પછાત માનવોએ લીધો છે આજ સુધી કોઈ મોતિયા ઓપરેશન નિષ્ફળ ગયું નથી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત આંખના કેમ્પમાં ધંધુકાના દીપકભાઈ મોદી (ચોપડી વાળા) તથા હશનભાઈ સંઘરીયા (બાજરડા વાળા) પૂર્વ શિક્ષક (બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ) સતત કેમ્પમા હાજરી આપી સેવાઓ આપે છે અને દર્દીઓ સાથે રાજકોટ મોતિયા ઓપરેશન કરાવી ધંધુકા સલામત પાછા લાવવા સુધી સાથે રહી સેવા કાર્ય કરે છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.