ઘેડ પંથકના મતદારોની ચિંતા કરવાવાળા ક્યાં? - At This Time

ઘેડ પંથકના મતદારોની ચિંતા કરવાવાળા ક્યાં?


 

ઘર વખરી પલળી જાય અનેક પરિવારો ભુખ્યા સુવેછે પશુઓ માટે ઘાંસચારો લોકો બિમારી સબબ હોસ્પિટલ પહોંચવા સહીતની સુવિધા કોણ અપાવશે??

ઘેડ પંથક નામ સાંભળતા જ એવો મનમાં ભાષ થાયછે કે જુનાગઢ જિલ્લામાં અનહદ સહન શકિત ધરાવતા લોકો એટલે ઘેડ પંથકમાં રહેનારા આપણો દેશ ખેતી પ્રધાન દેશછે  મેઘરાજાના આગમનથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળેછે પણ વધુ વરસાદમાં ઘેડ પંથકના ખેડુતોમાં અનેક વખત  વિનાશ સર્જક આફતરૂપ પણ સાબીત થાયછે દર વર્ષે સમગ્ર દેશ મેઘરાજાના આગમનથી ખુશ થાયછે તેવા સમયે ઘેડ પંથકના લોકો કુદરતી આફત સામે જજુમેછે અને એનુ એકમાત્ર કારણ ઘેડ પંથકમાં પસાર થતી નદિઓ ઉંડી અને પહોળી ન હોવાના કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દરીયા જેવો માહોલ જોવા મળેછે જેથી અનેક ઘરોમાં નદિના પાણી ઘુંસી જવાથી ઘર વખરી પલળી જાયછે ચુલો પેટાવવા બળતણ નથી હોતા અને અનેક પરિવારો ગેસ વાપરવા સક્ષમ નથી હોતા જેથી અનેક પરિવારોએ ભુખ્યા સુવાની ફરજ પડેછે પશુઓ માટેનો ઘાંસચારો પણ પલળી જતો હોયછે વાહનવ્યવહાર ખોરવાયો હોવાથી ઘર વખરી ખરીદી શકતા નથી એટલુ જ નહી પરંતુ કોઈ લોકો બિમાર પડે તો હોસ્પિટલ સુધી પહોંચવાની પણ વ્યવસ્થા હોતી નથી દર વર્ષે નદિના પ્રવાહમાં તણાવાથી અનેક લોકો જીવ ગુમાવેછે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાયછે દર વર્ષે નદિઓ ઉંડી અને પહોળી કરવાની રજુઆત કરવામાં આવેછે છતાં કોઈ નક્કર કામગીરી થતી નથી એટલે દર વર્ષે આ જ રજુઆત અને દર વર્ષે સાંભળવા મળતા આશ્વાસન સિવાય કશુ મળતુ નથી દર વર્ષે જળબંબાકાર સ્થિતિ સર્જાય જેના ઘણાં દિવસો પછી પુરના પાણી ઓસર્યા બાદ તમામ પક્ષના રાજકીય આગેવાનો ઘેડ પંથકની મુલાકાત લેછે લોકોના પ્રશ્નો રજુઆતો સાંભળેછે પછી એ જ  રજુઆત આવતા વર્ષે ચોમાસામાં રીપીટ થાયછે આવુ વર્ષોથી ચાલ્યા જ કરેછે જ્યારે ઘેડ પંથકના રહેવાસીઓના ઘરમાં પાણી ઘુંસેછે ત્યારે સલામત આશ્રયસ્થાન નથી મળતું અનેક પરિવારોને ભોજન નથી મળતું કોઈ લોકો બિમાર થાય તો વાહન વ્યવહાર ઠપ્પ હોવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તાલુકા કક્ષાની હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા નથી મળતી ત્યારે જ કહેવાયછે કે ઘેડ પંથકના લોકોની સહન શકિતને ધન્યછે એ જ સહન શકિત વાળા લોકોને મતની જરૂર હોય ત્યારે આવનારા સંકટ સમયે મતદારોની વ્હારે કેમ નથી આવતા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુંછે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સુવિધાઓ પુરી કરાવવાના આશ્વાસન આપનારા રાજકીય લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરશે તે આવનારો સમય જ બતાવશે પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્ન મુખ્ય મુદો બની રહેશે તેવુ અનુભવાઈ રહયુંછે

છેલ્લે ગમેતે પક્ષના રાજકીય નેતાઓ ચુંટણી સમયે ધેડ પંથકના ખમીર વંતા લોકો પાસે  મત માંગવા આવે ત્યારે પ્રજા હીતના ઠાલા વચનોની લ્હાણી કરવામાં પાછી પાની કરતા નથી પરંતુ હવે નેતાઓના આવા ડીડંક ચાલશે નહીં તેવું ધેડ પંથકમાં ચર્ચાઇ રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.