ધાંગધ્રા તાલુકાના સરવાળ ગામે દારૂના કટીંગ પર એલ સી બી ના દરોડા પાડી રૂ.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.આઈ શ્રી એમ ડી ચૌધરી સુચના મુજબ જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કટીંગ વેચાણની પ્રવૃત્તિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા રાત્રી દરમિયાન ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી આધારે હીતરાજસિંહ પ્રવિણસિંહ પરમાર તથા તેનો ભાઈ કેવલસિંહ પ્રવિણસિંહ પરમાર રહે બંને સરવાળ ધાંગધ્રા વાળા એમ બંને સાથે મળી પોતાના સાગરીતો મારફતે અશોક લેલન્ડ આઇસર જેનો રજી નં યુપી 80 ડીટી 6668 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમેન્ટ વગર વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી સરવાળ ગામે સ્મશાન તથા પાણીની ટાંકી પાસે આવેલ પડતર ખરાબામા વિદેશી દારૂનું કટીંગ કરી અન્ય વાહનો મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરનાર છે તે ચોક્કસ માપની મળતા એલસીબી ટીમના પીઆઇ શ્રી એમ ડી ચૌધરી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ, ભુપેન્દ્રકુમાર, જયેન્દ્રસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ હિતરાજસિંહ પ્રવિણસિંહ પરમાર તથા તેનો ભાઈ કેવલસિંહ પ્રવિણસિંહ પરમાર રહે સરવાળ ધાંગધ્રા વાળા એમ બંનેએ પોતાના સાગે તો સાથે મળી પોતાના આર્થિક ફાયદા ગુનાહિત કાવતરું રચી અશોક લેલન્ડ આઇસર વાળીમાં રૂ તથા વેલ્વેટની ગાદીના બોક્સની અડમાં છુપાવેલ ગેરકાયદેસર પાંચ ફોર્મેટ વગર વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડી ગુના વાળી જગ્યા સુધી લાવી મંગાવી વિદેશી દારૂનું કટીંગ કરી રેડ દરમિયાન વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 16,926 જેની કિ.રૂ.17,46,600 તથા અન્ય કુલ મળીને કિ.રૂ.25,97,600 નો મુદ્દામાલ રાખી તમામ આરોપીઓ રેઇડ દરમ્યાન નાસી છૂટતા તમામ મુદ્દામાલ જપ્ત કરી મજકૂર આરોપીઓ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.