ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ, તા. ૧૪-૧૫ ભારેથી અતિભારે વરસાદની આગાહી* - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ, તા. ૧૪-૧૫ ભારેથી અતિભારે વરસાદની આગાહી*


*ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ, તા. ૧૪-૧૫ ભારેથી અતિભારે વરસાદની આગાહી*
‐-----‐-----‐
*નદી-નાળા તેમજ તળાવો પણ ઓવરફ્લો થવાની શક્યતા જોતાં જોખમી જગ્યાઓથી દૂર રહેવાની કરવામાં આવી અપીલ*
------------
         ગીર સોમનાથ, તા.-૧૩ ગત ત્રણ દિવસથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૪ અને ૧૫ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે જિલ્લામાં આવેલા ડેમ, નદી-નાળાઓ તેમજ તળાવો પણ ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. આથી વહીવટી તંત્રએ પણ બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં ન જવા તેમજ લોકોને સતર્ક રહેવાની અને પાણી ભરાયેલું હોય તેવી જોખમી જગ્યાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે આવેલા ગામના લોકોને ભારે વરસાદ અને પવનથી થનાર અસરને પહોંચી વળવા માટે આશ્રય સ્થાનોની ચકાસણી કરવી, લોકોનું સ્થળાંતર કરવું, પાણી તથા અન્ન જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સુચારૂ કામગીરી કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને હોદ્દાજોગ અસરગ્રસ્ત ગામોની ફાળવણી પણ કરવામાં આવેલ છે. ઉપરાંત રેડ એલર્ટના પગલે એનડીઆરએફની એક ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નાગરિકોને મદદ મળી રહે તે માટે કંટ્રોલરૂમ પણ ૨૪X૭ કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલી પર જિલ્લા કંટ્રોલરૂમ ૦૨૮૭૬-૨૮૫૦૬૩/૬૪ પર સંપર્ક કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.