ગીર સોમનાથ જિલ્લામાં ફાટસર, વડવીયાળા,ઘાંટવડ અને મોરવડમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં ફાટસર, વડવીયાળા,ઘાંટવડ અને મોરવડમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા


ગીર સોમનાથ જિલ્લામાં ફાટસર, વડવીયાળા,ઘાંટવડ અને મોરવડમાં પહોંચી વંદે ગુજરાત વિકાસયાત્રા
‐-----‐-----‐
પદાધિકારીઓ અને ગ્રામજનો દ્વારા વિકાસયાત્રાનું ઉષ્માપૂર્વક કરાયું સ્વાગત
------------
ગીર સોમનાથ,તા.૧૩: રાજ્ય સરકારના '20વર્ષ વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ' વિશે જાણકારી પહોંચાડતો રથ જિલ્લાના દરેક ગામે ગામ ફરી રહ્યો છે ત્યારે આવિકાસયાત્રાનો રથ ગીર સોમનાથ જિલ્લાના ફાટસર, વડવિયાળા,ઘાંટવડ અને મોરવડમાં પહોંચ્યો હતો. બાળાઓએ હરખભેર કુમકુમ તીલક કરીરથને આવકાર્યો હતો. અહીં  વિકાસકીય કામોનુખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ કરવામાં આવ્યા હતાં.    'વંદે ગુજરાત વિકાસ યાત્રા'માં તમામ ગામમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધયોજનાઓના લાભો, પ્રધાનમંત્રી આવાસ યોજના, PM JAY કાર્ડનુવિતરણ જેવા લોકકલ્યાણકારી કામો હાથ ધરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત વહીવટી તંત્રદ્વારા ઉપસ્થિત લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.     વર્તમાન સમયમાં સંવેદનશીલ સરકાર છેવાડાનામાનવીના કલ્યાણ માટે હર હંમેશ ચિંતિત રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગતલાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભો પણ સ્થળ પર જ અર્પણ કરવામાં આવી રહ્યાંછે.નોંધનીયછે કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાંથયેલ વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામજિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.    વંદે વિકાસ યાત્રાના આ કાર્યક્રમમાં જિલ્લાપંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહીત આગેવાનો, લાભાર્થીઓતેમજ વિદ્યાર્થીઓ પણ ઉમંગપૂર્વક આ યાત્રાના સહભાગી બન્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.