રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે ચકાસણી કરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનરશ્રી આશીષકુમાર સાહેબના અધ્યક્ષ સ્થાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે ડીસ્ટ્રીક્ટ લેવલ એડવાઇઝરી કમિટી (DLAC) ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ. જેમાં ફૂડ વિભાગ, જીલ્લા પુરવઠા વિભાગ, જીલ્લા ખેતીવાડી વિભાગ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રિજીઓનલ ફૂડ લેબોરેટરી વિભાગ, ન્યુટ્રિશન સેન્ટરના અધિકારીશ્રી તથા ગ્રાહક સેવા અને વેપારી મંડળના પ્રતિનિધિઓએ હાજરી આપેલ તથા ફૂડ વિભાગની કામગીરીની સમિક્ષા કરેલ. ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગયાર્ડ શોપનં જી-૬, RTO પાસે, રાજકોટ મુકામે આવેલ 'સોનિયા ટ્રેડર્સ' નામની પેઢી માંથી 'V-LITE REFINED SUNFOWER OIL (FROM 15 KG SEALED PKD.TIN) નો નમૂનો લેવામાં આવેલ અને ત્યારબાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે પેક્ડ ટીનનો બાકી ૫૯૨૩ કિ.ગ્રા. (કિં.રૂ.૯,૮૩,૨૧૮) જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલ. જે અંગેનો કેસ ચાલી જતા નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસરશ્રી, નિવાસી અધિક કલેક્ટર સાહેબ દ્વારા રૂ.૫૦,૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ તેમજ તે અનુસંધાને FSSAI ની એડવાયઝરી મુજબ સદરહુ સીઝ કરેલ સબસ્ટાન્ડર્ડ ખાધ્ય પદાર્થનું જાહેર જનતામાં વેચાણ ન થાય તે માટે ઔધ્યોગિક હેતુથી સરકાર માન્ય RUCO (રિપર્પઝ યુઝ્ડ કૂકિંગ ઓઇલ) એજન્સીને સોંપવાનો હુકમ કરવામાં આવેલ. જે હુકમ અંગે જીલ્લા પુરવઠા શાખા દ્વારા નિયુક્ત અધિકારીશ્રી તથા RUCO એજન્સીના પ્રતિનિધિશ્રી હાજર રહેલ અને સીઝ કરેલ સબસ્ટાન્ડર્ડ ખાધ્ય પદાર્થનો ૫૯૨૩ કિ.ગ્રા. જથ્થો (કિં.રૂ.૯,૮૩,૨૧૮) જથ્થો RUCO એજન્સીને સોંપવામાં આવેલ. ફૂડ વિભાગ દ્વારા મારુતિ ઇન્ડ. એરિયા ચારભુજા માર્બલવાળી શેરી, ગોંડલ રોડ, જકાતનાકા પાસે, રાજકોટ મુકામે આવેલ "પ્યોર ફૂડ્સ" નામની પેઢી માંથી "Roots Berry" Govind-19 Immuster Herbal Juice (15ml Bottel) નો નમૂનો લેવામાં આવેલ જે પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાંડેડ ફૂડ જાહેર થયેલ. તેમજ તે પેઢીમાંથી "Roots Berry" Femi Roots 30+ Women Health & Nutrition Drink (300 gm Pack) નો લીધેલ નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં મિસબ્રાંડેડ ફૂડ જાહેર થયેલ. નમૂનો લીધા બાદ "Roots Berry" Govind-19 Immuster Herbal Juice (15ml Bottel) નો ૧૨૫૦ નંગ (કિં.રૂ.૭,૪૮,૭૫૦) તથા "Roots Berry" Femi Roots 30+ Women Health & Nutrition Drink (300 gm Pack) નો ૬૧ નંગ (કિં.રૂ.૩૩,૫૫૦) જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલ. જે અંગે નો કેસ ચાલી જતા નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસરશ્રી, નિવાસી અધિક કલેક્ટર સાહેબ દ્વારા બંને કેસમાં અનુક્રમે રૂ.૧૫,૦૦૦ અને રૂ.૧૫,૦૦૦ (કુલ રૂ.૩૦,૦૦૦) નો દંડનો હુકમ કરવામાં આવેલ તેમજ તે અનુસંધાને FSSAI ની એડવાયઝરી મુજબ સદરહુ સીઝ કરેલ જથ્થાનું જાહેર જનતામાં વેચાણ ન થાય તે હેતુથી ડિસ્પોઝ કરવાનો આદેશ કરવામાં આવેલ. જે હુકમ અંગે કાર્યવાહી કરી સીઝ કરેલ ૧૨૫૦ નંગ બોટલ (કિં.રૂ.૭,૪૮,૭૫૦) તથા ૬૧ નંગ પેકેટ (કિં.રૂ.૩૩,૫૫૦) નો જથ્થો ડિસ્પોઝ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ૫૦ ફૂટ રોડ કુવાડવા રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૮ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઘી, ઠંડાપીણાં, આઇસક્રીમ, પ્રિપેર્ડ ફૂડ, મસાલા વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) જલારામ બેકર્સ (૨) ડાયમંડ શીંગ (૩) પટેલ ડેરી ફાર્મ (૪) પટેલ આઇસ્ક્રીમ & ગોલા (૫) ચામુંડા ટી સ્ટોલ (૬) જાગનાથ ડેરી ફાર્મ (૭) ગાત્રાળ ટી સ્ટોલ (૮) કિશન જનરલ સ્ટોર (૯) ચિલ્ડ હાઉસ (૧૦) શ્રી હરિ ડેરી ફાર્મ (૧૧) સદગુરુ કોલ્ડ્રિંક્સ & આઇસ્ક્રીમ (૧૨) બજરંગ કોલ્ડ્રિંક્સ (૧૩) બજરંગ ટી સ્ટોલ (૧૪) લાઈફ કેર ફાર્મસી (૧૫) ક્રિશ્ના ડેરી ફાર્મ (૧૬) શ્રીજી લાઈવ પફ (૧૭) શ્રીરામ ડેરી ફાર્મ (૧૮) જય અંબે પ્રોવિઝન સ્ટોરની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.