રાજકોટમાં વધુ બે પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ચાર વર્ષ સુધી અશાંતધારો
શહેરના વોર્ડ નં.2માં અનેક વિસ્તારોમાં અઢી વર્ષ પૂર્વ રાજ્ય સરકાર દ્વારા અશાંતધારો લાગૂ કરાયા બાદ ભક્તિનગર અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે મિલકતના વેચાણ માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટના ભક્તિનગર તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરતુ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. અશાંત ધારા અંતર્ગત રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના નીલકંઠ પાર્ક સોસાયટી, મેહુલ નગર, દેવપરા, ગોકુલ નગર, મેઘાણી નગર, ગોવિંદ નગર, ન્યુ કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, ન્યુ સૂર્યોદય સોસાયટી, સોરઠિયાવાડી વિસ્તાર, વિવેકાનંદ સાગર સોસાયટી વિસ્તાર, ન્યુ સાગર સોસાયટી, વિવેકાનંદ કેદારનાથ સોસાયટી, પુનિત સોસાયટી, પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, સિયાની સોસાયટી, કીર્તિધામ, ભોજલરામ સોસાયટી, મારુતિ નગર, નાલોદ નગર, સોસાયટી, રાધાકૃષ્ણ નગર, હુડકો – સી, ડી, ટાઈપ, દિપ્તીનગર સહિતના વિસ્તારો તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ કોઠારીયા વોર્ડ સમાવેશિત તૃપ્તિ સોસાયટીમાં આગામી ચાર વર્ષ માટે અશાંત ધારા હેઠળ સ્થાયી પ્રોપર્ટીના ટ્રાન્સફર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.