અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું - At This Time

અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું


અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું બિન ગુજકીય સંગઠન અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગનું આયોજન કરાયું હતું . અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન પ્રમુખ દેવઈબેન અરજણભાઈ કાનગડે શાબ્દિક સ્વાગત કર્યું હતું . એસ.આર.કે. કોલેજના ચેરમેન અરજન કાનગડે પંચાયતીરાજને લઈને માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા . જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ ગોપાલભાઈ છાંગાએ પંચાયત નીતિ વિષયક મુદ્દાઓને લઈને માહિતી આપી હતી . ઉપપ્રમુખ વાઢેર , દક્ષાબેન જીવરામભાઈ શાંતિબેન ગોવિંદભાઈ હુંબલ , જખુભાઈ જી . મહેશ્વરી , મહામં ત્રી શામજીભાઈ ધનજીભાઈ હીરાણી , મંત્રી શંભુભાઈ રામજીભાઈ આહીર , સહમંત્રી મહાવીરસિંહ ધનરાજસિંહ જાડેજા , ખજાનચી રાયદેબેન રાજેશભાઈ જરૂની સર્વાનુમતે વરણી કરાઈ હતી . ભાવનાબેન વિકાસભાઈ રૂપારેલ , રમાબેન મૂળજીભાઈ ચૌહાણ , સૈયદ નાથનશા અબ્દુલશા , સામજીભાઈ માદેવભાઈ હુંબલ , ઈન્દુબેન ઉમાકાંતભાઈ વાડેર ઉપરાંત સુરેશભાઈ ગોપાલભાઈ છાંગા , મનીષભાઈ આચાર્ય , નારાણભાઈ અરજણભા દૈયા , ભૂમિતભાઈ ઉમાકાંતભાઈ ચાવડા , ફાલ્ગુનભાઈ નથુભાઈ આહીર , સેતુ અભિયાનના કિરીટસિંહ ચાવડા , ધવલભાઈ આહીર , ચંદ્રેશભાઈ દુધરેજિયા , જેન્તીભાઈ જોશી હાજર રહ્યા હતા . પશુ એમ્બ્યુલન્સ ૧૯૬૨ માત્ર એક જ વિસ્તારમાં ચાલુ છે તે કલસ્ટર વાઈઝ ચાલુ કરવા , તાલુકા પંચાયતમાં બાંધકામ સિવિલ ઈન્જિનીયરની ઘટને તાત્કાલિક પૂરવા નવા ચૂંટાયેલા સરપંચોના આઈકાર્ડ ? બનાવવા , ગૌચર જમીન નકશામાં બેસાડી ગ્રામ પંચાયતોને હદ નિશાન કરી સોંપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી . ભવિષ્યમાં પંચાયત રિસોર્સ સેન્ટર શરૂ કરી ગ્રામ પંચાયતોને મદદ પૂરી પાડવાનું નક્કી કરાયું હતું . સંચાલન ભૂમિતભાઈ ઉમાકાંતભાઈ , વાઢેરે આભારવિવિધ જખુભાઈ જી.મહેશ્વરીએ કરી હતી .
રિપોર્ટર -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ અંજાર કચ્છ
મો. 9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.