તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી - At This Time

તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી


ભાવનગરના તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ધોરણ-૧ માં પ્રવેશ મેળવતાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ સાથે આંગણવાડીમાં પ્રવેશ મેળવી રહેલાં નાનકડાં ભૂલકાઓને પણ રમકડા સાથેની કીટ આપીને આંગણવાડીમાં પા પા પગલી ભરાવવામાં આવી હતી.

આ પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણમાં શિક્ષણનું જીવનમાં મહત્વ અને શિક્ષણથી થતાં ફાયદા વિશેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

કેળવણી અને અક્ષરજ્ઞાન વગરનું જીવન પશુવત છે.જે જીવંત છે ,જે વિચારવંત છે તે જ જીવનમાં આગળ વધી શકે છે તેવી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

ભેગાળી ગ્રામ પંચાયતના સરપંચશ્રી મધુબેન અને ઉપસરપંચશ્રી તથા આચાર્યશ્રી દેવશંકરભાઈએ ધોરણ-૧ માં પ્રવેશ કરી રહેલાં બાળકોને ઉલ્લાસભર્યા વાતાવરણમાં શાળામાં નામાંકન કરાવ્યું હતું.

આ અવસરે તળાજાના સી.ડી.પી.ઓ. શ્રી ઉષ્માબેન મહેતા, દેવલીના સી.આર.સી. શ્રી અશોકભાઇ બારૈયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી રાણાભાઇ સોલંકી, તલાટી મંત્રીશ્રી નૈનાબેન પરમાર, શાળા સંચાલક મંડળ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.