રાજકોટમાં વ્હોરા સમાજના વિધાર્થીઓને હવે અભ્યાસ માટે સ્કોલરશીપ મળશે - At This Time

રાજકોટમાં વ્હોરા સમાજના વિધાર્થીઓને હવે અભ્યાસ માટે સ્કોલરશીપ મળશે


રાજકોટમાં રેહતા દાઉદી વ્હોરા સમાજના વિધાર્થીઓને મદદરૂપ બનવા માટે માટે હેલ્પર હેન્ડ એનજીઓ હવે મેદાનમાં આવતાં સમાજના ગરીબોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી હાલમાં મોંઘવારી એ માજા મુકી હોવાથી વાલીઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ખાનગી સ્કૂલની ફી ભરી શકતાં નથી તેથી નાણાં માટે ઠેર ઠેર ભટકવું પડે છે આ એક ઘરની વાત નથી પણ લગભગ ઘરે ઘરે આ કહાની છે કેટલાંય પરિવારો કોઈની પાસે હાથ ફેલાવી શકતાં નથી ત્યારે રાજકોટ હેલ્પર હેન્ડ એનજીઓ રાજકોટ દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થીઓની વ્હારે ચઢતા રાજકોટ દાઉદી વ્હોરા સમાજના વાલીઓમાં ચમક આવી છે આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી સામાજિક કાર્યકર હોજેફાભાઈ શાકીર (મો.9879021101) એ જણાવ્યું હતું કે દાતાઓના દાન થકી રાજકોટમાં રેહતા ધો.૧૦ થી વધું અભ્યાસ કરતાં ૮૦ ટકા સુઘી ગુણ ધરાવતાં વિધાર્થીઓને હેલ્પર હેન્ડ એનજીઓ ફૂલ નહી તો પાંખડીરૂપે મદદ કરશે આ અંગે તા.૨૭ મે થી સ્કોલરશીપ ના ફોર્મનું વિતરણ રાજકોટમાં ૧ રાજ સાયકલ સ્ટોર્સ ઢેબરરોડ વનવે ૨ બદરી પ્રોવિઝન સ્ટોર્સ કૃષ્ણનગર મેઈન રોડ ૩ રાજ જનરલ સ્ટોર્સ એકજાન સોસાયટી ૪ એશિયન પાઈપ ડેપો પારેવડી ચોક પાસેથી ફોર્મ મેળવી તા.૧૦ જૂન સુધીમાં ફોર્મ ભરી આપી દેવાના રેહશે અત્રે નોંધનીય છે કે રાજકોટમાં હેલ્પર હેન્ડ એનજીઓ એ ટૂંકા ગાળામાં અનેક સેવાકીય કાર્યો કર્યા તેઓ એકપણ રાજકારણને વચમાં લાવ્યાં વગર અનેક છેવાડાના પરિવારો સુધી પહોંચી ફ્કત માનવતાના નાતે આંસુ લુંછ્યા છે તેથી આ ગ્રુપના દરેક સભ્યોને લોકો અન્ય સંસ્થાઓ ધર્મો માનની નજરે જુએ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ. મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.