ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
અમરેલી સમગ્ર વિશ્વ જ્યારે યોગ દિવસ ની ઉજવણી કરી રહ્યુ છે એવા સમયમાં ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અમરેલી ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જ વિદ્યાર્થીઓને યોગ તેમજ પ્રાણાયામ, આસન અને કસરત કરાવવામાં આવી હતી. નાનપણથી જ વિદ્યાર્થીઓમાં લીડરશીપ ના ગુણો વિકસે તેવા હેતુથી આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. શાળા ના જ વિદ્યાર્થીઓ ગોહિલ ભારવી, જોધણી કેસર, વિરમગામા ભારવી, નવાપરીયા જાનવી, ભલાણી વેની, ટાંક અર્પિત આ સમગ્ર કાર્યક્રમમાં મહત્વ ની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓ યોગ દિવસ જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ ની દૈનિક દિનચર્યા માં યોગ માટે વિશેષ સમય આપે તેવો અનુરોધ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.