ગામ માં એક પણ મુસ્લિમ નું ઘર નથી તેવા હજીરાધાર માં હઝરતવલી હજીરાપીર ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ ની ઉપસ્થિતિ ઉર્ષ ઉજવાય છે - At This Time

ગામ માં એક પણ મુસ્લિમ નું ઘર નથી તેવા હજીરાધાર માં હઝરતવલી હજીરાપીર ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ ની ઉપસ્થિતિ ઉર્ષ ઉજવાય છે


ગામ માં એક પણ મુસ્લિમ નું ઘર નથી તેવા હજીરાધાર માં હઝરતવલી હજીરાપીર ની દરગાહ ખાતે

સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ ની ઉપસ્થિતિ ઉર્ષ ઉજવાય છે

દામનગર ના હજીરાધાર ગામે એક પણ મુસ્લિમ નું ઘર નથી સંપૂર્ણ હિન્દૂ સમાજ ના પંદર સો જેટલી વસ્તી ધરાવતા હજીરાધાર ગામે પુરા અદબ થી વર્ષો થી ગામ સમસ્ત હજરતવલી હજીરાપીર નો ઉર્ષ ભવ્ય રીતે ઉજવાય છે અઢારે આલમ દ્વારા ભવ્ય ઝુલુસ શોભાયાત્રા સાથે એક પંગત માં હજારો વ્યક્તિ એક સાથે ભોજન પ્રસાદ મેળવે છે દૂરસદુર થી અસંખ્ય ગ્રામ્ય ધામેલ ભાલવાવ સુનિવાસ રાભડા ભટવદર દામનગર સહિત ના વિસ્તારો માંથી અવિરત માનવ પ્રવાહ હજરતવલી ના દર્શને પહોંચે છે દર વર્ષે જૂનાગઢ જિલ્લા ના મેંદરડા થી શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ ના કૌશિકભાઈ જોશી સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગો ને લઈ હજરતવલી ની દરગાહ આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે લોકો શ્રદ્ધા ભાવ સાથે ચાદર બાધા આખડી માનતા માને છે ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે પુરા શાનોશોકત થી હજરતવલી ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા સાથે કોમી એકયતા ભાતૃપ્રેમ ના હિમાયતી હઝરતવલી હજીરાપીર ના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુ ઓ ભાવિકો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.