ગઢાળા થી ભડલી રોડ ઉપર પવનચક્કીના વીજવાયર નીચે હોવાને કારણે જીવનું જોખમ વધ્યું - At This Time

ગઢાળા થી ભડલી રોડ ઉપર પવનચક્કીના વીજવાયર નીચે હોવાને કારણે જીવનું જોખમ વધ્યું


ગઢાળા ગામના ભરતભાઈ ગરણીયા એટ ધીસ ટાઇમ મીડિયામાં જણાવેલ કે ગઢાળા થી ભડલી રોડ ઉપર 25 થી 30 ઝાડવા ભરતભાઈ ની વાડીમાં આવેલ છે જે પવન ફૂંકાતા છેલ્લા છ મહિનાથી અવારનવાર સ્પાર્કિંગ શોર્ટ સર્કિટ થતી હોય છે, અને વાડીએ રહેતા મજુર પોતાનું કામ કરતા હોય અને પશુઓ આ ઝાડવાની છે રહેતા હોય જેને સોટ લાગશે તો તેનો જવાબદાર કોણ રહેશે જે પ્રશ્નો સાથે પવનચક્કી કામ કરનાર અધિકારીઓને છેલ્લા છ મહિનાથી ફોન કરતા હોય છે ત્યારે જવાબદાર અધિકારી આ બાબતને ધ્યાનમાં ન લેતા અને વહેલી તકે આ બાબતને ગંભીરતાથી લઈ કામગીરી કરવામાં આવે તેવી ગઢાળા ગામના ભરતભાઈએ એટ ધીસ ટાઇમ મીડિયા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.