કાળાસર ગામે એક યુવક વ્યાજના ચક્કરમાં ફસાતા 6 લોકો ઉપર નોંધાવી ફરિયાદ - At This Time

કાળાસર ગામે એક યુવક વ્યાજના ચક્કરમાં ફસાતા 6 લોકો ઉપર નોંધાવી ફરિયાદ


કાળાસર ગામે એક યુવક વ્યાજના ચક્કરમાં ફસાતા 6 લોકો ઉપર નોંધાવી ફરિયાદ

લાલજીભાઈ ઘીરૂભાઇ મકવાણા, જાતે કોળી ઉ.વ.૨૫, ઘંઘો.મજુરી છે અને તેઓ કાળાસર રહે છે જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સને - ૨૦૨૦૨૦૨૦માં લોકડાઉન બાદ રૂપીયા ૯ લાખનુ જે.સી.બી. લીઘેલ જેથી મારે પૈસા જરૂરીયાત ઉભી થયેલ અને મે લીલાપુર ગામે રહેતા રામભાઇ સાબડ પાસેથી રૂ.૧૫૫૦૦૦/- લીધેલ અને આ પૈસાનુ માસીક ૧૦% વ્યાજ નક્કી કરેલ હતુ અને હું આ રામભાઇને દરેક માસે ૧૫૫૦૦- વ્યાજ ચુકવતો હતો અને મે તેને રૂ.૨૦૦૦૦૦/- જેટલું વ્યાજ ચુકવી આપેલ તેમ છતા તે હજુ મારી પાસે મુળ રકમની માંગણી કરેલ છે અને અવારનવાર મારી પાસે આવે છે અને મને કહે છે કે મારા પૈસા તારે કેદી આપવાના છે તેમ વાત કરે છે જેથી હું તેને કહુ છું કે મારી પાસે પૈસા નથી મારી પૈસા આવશે એટલે હું તમોને ચુકવી આપીશ આમ વાત કરતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ અને મને કહે છે જો હવે તુ મારા પૈસા નહિ આપે તો હું તને જાનથી મારી નાખીશ તેમ મને ધમકી આપે છે. ત્યાર બાદ ત્રણ મહિના પછી મારે વધુ પૈસાની જરૂરીયાત પડતા હુ જસદણ આવેલ ત્યારે મને જાણવા મળેલ કે જસદણ બસ સ્ટેશન પાછળ નકળંગ હોટલ વાળા વેલાભાઇ સુંઘવા રહે,ચીતલીયા વાળા વ્યાજનો ધંધો કરે છે જે થી હું તેની પાસે ગયેલ અને મે ૬૫૦૦૦/- ની વાત કરતા તેઓએ દરરોજના રૂ.૮૦૦/- લેખે વ્યાજ આપવાનું કહેલ જે થી મેં હા પાડેલ બાદ હું તેને મે ૨૫ દિવસના ૨૦૦૦૦/- વ્યાજ ચુકવેલ હતુ અને હજુ તે મારી પાસે વ્યાજ તેમજ મુળ રકમની ઉઘરાણી કરવા માટે આવે અને મને કહે છે કે તું મારા પૈસા નહિ આપે તો હું તને જીવવા નહિ દવ અને મારે તારી ઘરે બેસવા માટે આવવુ પડશે આમ કહે મારી મને ગાળો આપે છે અને કહે છે કે હવે તુ કેમ જીવે છે હું તને જોઇ લવ છુ.

ત્યાર બાદ આ રામભાઇને તથા વેલાભાઇના હું સમયસર વ્યાજ ચુકવી શકતો ન હોય જેથી મે દારૂનો ધંધો - ચાલુ કરેલ પરંતુ થોડા સમયમાં હું પોલીસમાં પકડાઇ ગયેલ જેથી મારે વધારે પૈસાની જરૂરીયાત પડતા મારો ઓળખીતા વિપુલભાઇ સદાદિયા રહે.ખાંડા હડમતીયા વાળા કે જેઓ વ્યાજનો ધંધો કરે છે અને તેને કાળાસરના પાટીયે રાજકમલ હોટલ હોય ત્યાં ગયેલ અને વિપુલને મારે પૈસાની જરૂરીયાત હોય તેમ વાત કરતા તેઓએ મને કહલે કે કેટલા રૂપીયા જોઇ એ છે જેથી મે કહેલ કે મારે રૂ.૫૦૦૦૦/- ની જરૂરીયાત છે જેથી વિપુલભાઇ એ મને કહેલ કે એક દિવસના રૂપીયા ૫૦૦/- લેખે તારે વ્યાજ આપવું પડશે જેથી મેં હા પાડેલ અને તેઓ પાસેથી મે રૂ.૫૦૦૦૦/- વ્યાજે લીધેલ અને તેઓને ત્ર ણ મહિના ૪૫૦૦૦/- વ્યાજ ચુકવેલ હતુ ત્યાર બાદ હું આ વિપુલભાઇ ના ત્રણ મહીનાનું વ્યાજ ચડી જતા આ વિપુલ ભાઇ મને મળેલ ત્યારે મને વિપુલભાઇ વ્યાજના પૈસા માંગતા મારી પાસે નહી હોવાનું કહેતા મને ગાળો આપી મને જાનથી મારી નાખવાની ધમકી આપી મારી પાસે મો,સા સ્પેલન્ડર નંબર GJ03LA 3908 નુ કે જે મો,સા, મને હરેશ ભાઇ પોપટભાઇ મુલાણી રે.મદાવા વાળા એ તેઓ સાથે જે.સી.બી. માં કામ કરતો હતો ત્યારે અમોને લઇ લીધેલ હતુ તે હરેશભાઇ ના નામે છે તે મો.સા લઇ લીધેલ તથા એકસીસ બેંક ના બે મારી સહીવાળા સહીવાળો રકમ ભર્યા વગરનો ચેક લઇ લીધેલ ત્યાર બાદ હું આ બધાને વ્યાજ ચૂકવી શક્યો ન હોય જેથી વ્યાજ ચૂકવવા માટે મુળ વિછીયા ગામના અને જસદણ ખાતે રહેતા વિજયભાઇ રમેશભાઇ તલસાણીયા પાસે ગયેલ અને મે તેને વાત કરેલ કે મારે રૂપીયા ૧૦૦૦૦૦/- જરૂરીયાત છે તે ઓ વિજયભાઇએ મને વાત કરેલ મેં મારી પાસે ૧ લાખ નથી મારી પાસે રૂ.૮૦૦૦૦/- અને તેન વ્યાજ ૧૦% લેખે તમારે ચુકવવુ પડશે અને તમારે ત્રણ કોરા ચેક આપવા પડશે જેમા તમારે તમારી સહિ કરી આપવાની રહેશે જેથી મે મારી પાસે સાથે ચેકબુક ના હોય જેથી મારા મીત્ર લલીતભાઇ સામજીભાઇ વાસાણી રહે.કાળાસર વાળા ને વાત કરતા તેઓએ મને તેની સહીવાળા એક્સીસ બેન્કના ત્રણ ચેક આપતા અમોએ આ વિજયભાઇને આપેલ જેથી વિજયભાઇએ મને રૂ.૮૦૦૦૦/- આપેલ બાદ મે તેને ટુકડે ટુકડે ૬૫૦૦૦/- વ્યાજ ચુકવેલ હતુ.

બાદ મારે વધારે પૈસાનું જરૂરીયાત પડતા વ્યાજનો ધંધો કરતા મુળ ભડલી ગામના રહેવાસી અને હાલ જસદણ ચીતલીયા રોડે રહેતા મહેશભાઇ જાદવ પાસે ગયેલ અને મે તેને વાત કરેલ કે મારે રૂ.૩૦૦૦૦/- ની જરૂરીયાત છે જેથી આ મહેશભાઇએ મને કહેલ કે એક દિવસના રૂપીયા ૩૦૦/- વ્યાજ ચુકવવુ પડશે જેથી મે તેને હા પાડેલ અને મે તેને ૨૭૦૦૦/- વ્યાજ ચુકવી આપેલ તેમ છતા તે હજુ મારી પાસે રૂ.૩૫૦૦૦/- વ્યાજના માગે છે અને તેની મુળ રક મ પણ ચુકવી આપેલ છે.

ત્યારબાદ મારે પૈસાની જરૂરીયાત પડતા અમારા ગામના મનીષભાઇ લાલજીભાઇ વાસાણી વ્યાજનો ધં ધો કરતો હોય જેથી તેની પાસે જતા તેઓ પાસે રૂ.૮૦,૦૦૦/- ની માંગણી કરતા ૭ % વ્યાજે લીધેલ હતા અને તેઓ ને રૂ.૩૧૦૦૦/- વ્યાજ ચુકવેલ મુળ રકમ બાકી છે આ મનિષ મને ધમકી આપી ઉંચા વ્યાજની માંગણી કરે છે.

જેથી આ ત્રાસને લઈને લાલજી ભાઈ મકવાણાએ (૧) રામભાઇ સાબડ રબારી રે.લીલાપુર (૨) વેલાભાઇ મુંઘવા રહે.ચીતલીયા (૩) વિપુલભાઇ સદાદિયા રહે.ખાંડા હડમતીયા (૪) વિજયભાઇ રમેશભાઇ તલસાણીયા રે.જસદણ વિછીયા રોડ (૫) મહેશભાઇ જાદવ રે.મુળ ભડલી ગામ હાલ રહે.જસદણ (૬) મનીષભાઇ લાલજીભાઇ વાસાણી રે.કાળાસર આ તમામ વ્યક્તિ ઉપર લાલજીભાઇ એ કોઇ પણ જાતના વ્યાજે આપવાના લાઇસન્સ વગર ઉચા વ્યાજે પૈસા આપી લાલજીભાઇ પાસે વ્યાજની ઉઘરાણી કરી તથા વિપુલે લાલજીભાઇ ના કબ્જાની સ્પેલન્ડર નંબર GJ03LA 3908 ની લાલજી ભાઈ પાસે બળજબરી થી કઢાવી લઇ તથા બે એકસીસ બેકના મારી સહીવાળા રકમ ભર્યા વગરના ચેક લીધેલ તથા વિજયે લાલજીના મીત્ર લલીત ના ત્રણ ચેક લીધેલ હતા.તથા બધા લાલજી પાસે વ્યાજની ઉઘરાણી માટે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જેથી ઉપરના તમામ 6 વ્યક્તિ ઉપર લાલજી મકવાણાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.