ધંધુકાના બિરલા હાઇસ્કુલ ખાતે ધોરણ 1 થી 8 નો “વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ” યોજાયો. - At This Time

ધંધુકાના બિરલા હાઇસ્કુલ ખાતે ધોરણ 1 થી 8 નો “વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ” યોજાયો.


ધંધુકાના બિરલા હાઇસ્કુલ ખાતે ધોરણ 1 થી 8 નો “વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ” યોજાયો.

ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત “પ્રિ.પ્રાયમરી સ્કૂલ” તથા “બિરલા પ્રાથમિક શાળા” ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ અભ્યાસિક સિદ્ધિઓને બિરદાવવા ધોરણ 1 થી 8 નો “વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં ધંધુકા તાલુકા કેળવણી મંડળ ના ટ્રસ્ટીશ્રીઓ જયેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ સભ્ય શ્રી વિજસિંહ બારડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી હર્ષદભાઈ , પૂર્વ ચેરમેન શ્રી ભદુભાઈ અગ્રાવત. સ્કૂલના આચાર્યશ્રી વી.પી.ચુડાસમા સાહેબ. બી.આર.સી. શ્રી રઘુવીરસિંહ ચુડાસમા , સી.આર.સી. શ્રી શક્તિસિંહ ડાભી ,અક્ષર ગ્રુપ નરેન્દ્રસિંહ ચુડાસમા તમામ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો બાલીકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યુ હતુ શાળાના શિક્ષકો, સ્ટાફ વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શ્રી અલ્પેશ ભાઈ બી રામાવત આચાર્ય શ્રી ધંધુકા તાલુકા કેળવણી મંડળ પ્રિ. પ્રાયમરી સ્કુલ અને શ્રી વૈશાલીબેન બી. સાધુ આચાર્યા શ્રી ધી બી એન્ડ એચ પ્રા. શાળા દ્વારા તમામ મહેમાન શ્રી, વાલી શ્રી, શિક્ષકશ્રી ઓ અને વિધાર્થીઓ નો આભાર માનવામાં આવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.