વિસાવદર ના સુખપુર ગામે સમાજ ભવનનું કેબિનેટ મઁત્રી રાધવજીપટેલ ના હસ્તે લોકાર્પણ - At This Time

વિસાવદર ના સુખપુર ગામે સમાજ ભવનનું કેબિનેટ મઁત્રી રાધવજીપટેલ ના હસ્તે લોકાર્પણ


વિસાવદરના સુખપુર ગામે સમાજ ભવનનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનાં હસ્તે લોકાર્પ
વિકસિત સમાજના નિર્માણ માટે સંગઠિત બનવું, શિક્ષિત બનવું, સંઘર્ષ માટે તૈયારી દાખવવી અને સામાજિક કુરિવાજ અને બદીઓને ત્યજવા જોઇએ- કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ વિસાવદર તાલુકાની ઝાંઝેસરી નદીના તટ પર વસેલું ૫૦૦ની જનસંખ્યા ધરાવતું નાનકડુ એવું ગામ સુખપુર, અને આ ગામ સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જન સમુદાયને સંબોધતા કૃષિ મંત્રીશ્રી અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સંપ અને સંગઠનથી નાનકડા સુખપુર ગામમાં મોટા ગામને છાજે તેવું પૂર્ણ સુવિધા યુક્ત સમાજ ભવનનું નિર્માણ થયું છે, તે એક પ્રેરણાદાયી બાબત છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત સમાજના નિર્માણ માટે સંગઠિત બનવું શિક્ષિત બનવું સંઘર્ષ માટે તૈયારી રાખવી અને સામાજિક રૂઢિઓ કુરિવાજોને ત્યજીને વિકાસ માટે સદૈવ અગ્રેસર રહેવું એ સાંપ્રત સમયની માંગ છે.શ્રી રાઘવજીભાઈએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન વિસાવદર અને ભેસાણ તાલુકાના જુના સ્મરણોને વાગોળી જણાવ્યું કે આજે સમય બદલાયો છે, અને રાજ્ય અને રાષ્ટ્ર વિકાસની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે સૌ સહિયારા ભાવ, સંપથી રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહીએ અને આપણા ગામ આપણા શહેરને સ્વચ્છ રાખવા આપણે આપણું યોગદાન જોડીએ
આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાએ કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાના સંતુલન માટે શિક્ષણ એક આવશ્યક હોવાનું જણાવી, ઉમેર્યું કે સાંપ્રત સમયમાં યુવાનો ધંધા-રોજગાર અને નોકરી માટે ગામડા છોડીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ગામડા ભાંગી રહ્યાં છે, ગામડા માં માત્ર વડિલો રહે એવુ ઘણી વખત સમાચારોમા સાંભળીએ છીએ,ગામડાને જો બચાવવા હશે તો યુવાનોએ પોતાના શહેરી જીવનમાંથી વ્યસ્તતા વચ્ચે ગામડાઓમાં પોતાનો સમય અને શક્તિ અર્પણ કરવા આગળ આવવું પડશે, યુવાનોને ગામડાઓ બચાવવા ગામડાઓની પ્રવૃત્તિ અને ગામડાના વિકાસ માટે શહેરની સાથે સાથે પોતાની ફરજ પણ ન ભૂલવા અનુરોધ કર્યો હતો.
સરદાર ધામના સ્થાપક શ્રી ગગજીભાઈ સુતરીયાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સંપ, સહકાર અને ચેતના થકી નાનકડા સુખપુર ગામે જે રીતે સમાજ ભવનનું નિર્માણ કર્યું છે તે અન્ય ગામડાના શ્રેષ્ટીઓએ પ્રેરણા લઈ અને પોતાના વિસ્તારમાં આવું એક સંગઠિત માધ્યમ બને તે દિશામાં કાર્ય કરવા સૌને અપીલ કરી હતી. અને તેમણે સરદાર ધામની થતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીના હસ્તે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામાણી પરિવારના વડીલોનું પણ સાલ અને પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, વિસાવદર ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભુપતભાઈ ભાયાણી, પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ધારીના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, અમરેલીના કેળવણી કાર અને ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા, જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પોપટભાઈ રામાણી, હર્ષદભાઈ રીબડીયા, શ્રી કનુભાઈ ભાલાળા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, સહિત મહાનુભાવોના હસ્તે સમાજ ભવનના નિર્માણ માટે યોગદાન આપનાર સમાજના દાતાશ્રીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેળવણીકાર શ્રી જયંતીભાઈ ઠેસિયા, ખોડલધામના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ ગજેરા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સવજીભાઈ સાવલિયા, મહિલા અગ્રણી શ્રી જ્યોતિબેન વાછાણી, વિસાવદર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નીતિનભાઈ કપુરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી, ચંદ્રિકાબેન વાડોદરિયા,અગ્રણી શ્રી હરિભાઈ રીબડીયા, ભરતભાઈ કોટડીયા, ભરત અમિપરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને ઉદ્યોગપતિ શ્રી મનસુખભાઈ ડોબરીયાએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્ય હતા,કાર્યક્રમના અંતે સુરતના ઉદ્યોગપતિ શ્રી બીપીનભાઈ રામાણીએ આભાર દર્શન કર્યું હતુંકાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.પિયુષ વડાલીયા, વિઠ્ઠલભાઈ ભાલીયા સહિત ગામના યુવાનો અને કારોબારી સભ્યોએ રહેમત ઉઠાવી હતી

રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.