લુણાવાડા વાંસીયા તળાવ ખાતે શીતળા માતાજીનું પૂજન અર્ચના કરવામાં આવી - At This Time

લુણાવાડા વાંસીયા તળાવ ખાતે શીતળા માતાજીનું પૂજન અર્ચના કરવામાં આવી


મહીસાગર જીલ્લાના લુણાવાડા વાંસીયા તળાવ ખાતે શીતળા માતાજીનું પૂજન અર્ચન કરવા વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.જન્માષ્ટમી મહાપર્વોની હારમાળાની ઉજવણીનો ઉત્સાહ જણાઈ રહ્યો છે ત્યારે પ્રથમ નાગપંચમી, રાંધણ છઠ્ઠ પર્વની ઉજવણી કર્યા બાદ આજરોજ ચોસઠ જોગણી પૈકી એક એવી દૈવી માં શીતળાનું પર્વ શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિ સાથે સમગ્ર મહીસાગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. આગામી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા લોકો ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યાં છે, ત્યારે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ-પ્રગતિ નું પર્વ એટલે શીતળાસાતમની આજરોજ લુણાવાડા વાંસીયા તળાવ ખાતે શીતળા માતાજીનું પૂજન અર્ચન કરવા વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.અહીં વહેલી સવારે વિશેષ પૂજા-અર્ચના સાથે માતાને "ટાઢા" ભોજનનો નૈવેદ્ય ધરવામાં આવે છે દરેક ઘરોમાં રાંધણ છઠના દિવસે બનાવવામાં આવેલ ભોજન આરોગવામા આવે છે મહિલાઓએ ચૂલો ઠારી તેનું પૂજન કરે છે તેમજ શીતળામાતાજીનું પૂજન કરી મંગળ કામનાઓ કરે છે.આમ શિતળા સાતમ પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.