માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા કવિ બોટાદકર કૉલેજ ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્ય ઉજવણી..!
(કનુભાઈ ખાચર દ્વારા )
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા માતૃભાષા મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કવિ બોટાદકર કૉલેજ ખાતે કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા સાહેબ અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ સાહેબના પ્રયત્નોથી સમગ્ર ગુજરાતમાં 'મળી માતૃભાષા મને ગુજરાતી' શિર્ષક હેઠળ માતૃભાષા મહોત્સવ-૨૦૨૫ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણા સાહેબ (આચાર્યશ્રી કવિ શ્રી બોટાદકર કૉલેજ),અતિથિવિશેષ પ્રદીપભાઈ રાવલ તંત્રીશ્રી ન્યૂઝ ઓફ ગાંધીનગર અને મનુભાઈ પટેલ કવિ અવધૂત (ન્યૂયોર્ક, USA) ખાસ ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યાં હતાં. માતૃભાષા મહોત્સવના મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા જય વસાવડા ( લેખક-વકતા-પ્રવાસી) અને પ્રા. વૈશાલીબહેન દવે (સંચાલક-માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદ ) દ્વારા માતૃભાષાના મહત્વને ઉજાગર કરતાં મનનીય વક્તવ્યો રજૂ કરાયાં હતા.ડૉ.જનક રાવલ સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.આભારવિધિ બોટાદનાં જાણિતા લેખક રત્નાકર નાંગર સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ડૉ.આનંદ ગઢવી દ્વારા આગવી શૈલીમાં સંચાલન કરતાં કાર્યક્રમ માણવાં બહોળી સંખ્યામાં પધારેલાં ભાવકો ,સાહિત્યરસિકોને તરબોળ કરી દીધાં હતા મેઘાણીજી અને બોટાદકરની કલમથી પાવન થયેલી બોટાદ ધરાની આગવી ઓળખ સમાન સ્વનામધન્ય કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના આંગણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત માતૃભાષા મહોત્સવ-૨૦૨૫નો એક જાજરમાન ઉપક્રમ 'માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદનાં ભાવેશભાઈ પરમારના સંયોજન હેઠળ સંપન્ન થયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
