બાલાસિનોર અમદાવાદી ઢાળથી વિરણીયા ચોકડી સુધીના 40 કિમીનો રોડ એક જ વર્ષમાં રોડ સાથે 100કરોડનો ખર્ચ ધોવાયો - At This Time

બાલાસિનોર અમદાવાદી ઢાળથી વિરણીયા ચોકડી સુધીના 40 કિમીનો રોડ એક જ વર્ષમાં રોડ સાથે 100કરોડનો ખર્ચ ધોવાયો


બાલાસિનોર અમદાવાદી ઢાળથી વિરણીયા ચોકડી સુધીના 40 કિમીનો રોડ 1 વષૅ મા ધોવાણ

એક જ વર્ષમાં રોડ સાથે 100કરોડનો ખર્ચ ધોવાયો

• બાલાસિનોર અમદાવાદી ઢાળથી લઈને વિરણીયા ચોકડી સુધીના 40 કિમીના રોડની ખસ્તા હાલત

જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

બાલાસિનોર અમદાવાદી ઢાળથી લઈને વિરણીયા ચોકડી સુધીનો 40 કિમીનો રોડ એક વર્ષ પહેલા રૂા.100 કરોડના માતબર ખર્ચે બન્યો હતો. જે અંતર્ગત બનાવવામાં આવેલ રોડ અને બસ સ્ટેશન હલકી ગુણવત્તાના બનાવવામાં આવ્યા હોઈ 1 જ વર્ષમાં રોડ ખખડધજ જ્યારે રોડ સાઈડનું બસ સ્ટેશન ધરાસાઈ થઈ ગયું છે. એક જ વર્ષમાં ઉભી થયેલી આ સ્થિતિને જોતા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવા ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ને જોડતો 40 કિમીનો રોડ અંદાજિત રૂ.100 કરોડની કિંમતે વર્ષ-2021 માં ફાઇનલ થયો હતો. જે બાદ આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, તેમજ રોડ અનેક જગ્યાએથી બેસી ગયો છે. જેના પગલે અનેક નાના-મોટા અકસ્માત સર્જાઈ ચુક્યા છે. આ માર્ગ પર બાલાસિનોર થી વિરણીયા ચોકડી સુધી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે પણ હલકી ગુણવતા અને તકલાદી બનાવતા એક વર્ષમાં અનેક બસ સ્ટેન્ડ પરના છાપરા, બેઠક વ્યવસ્થા તૂટી ગઇ છે.
આ માર્ગની કામગીરી સમયે બાલાસિનોર નગર અને દેવ ચોકડી ખાતે ગટર વ્યવસ્થા ઉભી કરવા માટે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પણ આજદિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થયેલ નથી. બાલાસિનોર નગર વિસ્તારમાં વિકાસ પથ રોડ પાસે ગટર વ્યવસ્થા ના હોવાથી ચોમાસાની ઋતુમાં ખુબ વરસાદી પાણી ભરાય છે, જેનો ભોગ બાલાસિનોર નગરજનો બને છે. તેમજ દેવ ચોકડી પાસે ગટર વ્યવસ્થાના હોવાથી બારેમાસ ગંદકી અને કાદવ કિચ્ચડથી સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.