રાજુલા શહેરમાં આવતા વિદ્યાર્થોઓ મુસાફરો થયા હેરાન - At This Time

રાજુલા શહેરમાં આવતા વિદ્યાર્થોઓ મુસાફરો થયા હેરાન


અમરેલી એસટી ડેપોમાં પેસેન્જરોને દોડાવતા એસટી તંત્ર સામે રોષ
ધારાસભ્ય સમક્ષ રજૂઆત

જાફરાબાદ રાજકોટ એસટી બસ દ્વારા અમરેલી ખાતે આજે એસટી સતાવાળાઓ દ્વારા ખરાબ વર્તન થતા વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જર હેરાન પરેશાન થાય હતા આ બાબતે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ એસટી બસ રાજકોટ થી અમરેલી સાંજે સાત વાગ્યે મળે છે આજરોજ સાંજે અમરેલી બસ સ્ટેન્ડ બોર્ડની પરીક્ષાઓ આપી આવતા વિદ્યાર્થીઓ તેમજ અસંખ્ય 50 જેટલા પેસેન્જરો રિઝર્વેશન સિવાયના હતા પહેલા ડ્રાયવર કંડકટર દ્વારા રિઝર્વેશન વાળા વિદ્યાર્થીઓ મુસાફરોને બેસાડ્યા બાદ બસ લોક કરી ડ્રાયવર દ્વારા ચલાવી દેવામાં આવતા વૃદ્ધ અને મહિલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા પરિણામે એસટી તંત્ર સામે રોષ વ્યાપી જવા પામ્યો હતો

આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ પણ રજુઆત કરવામાં આવતા આવું વર્તન કરનાર એસટી વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવા રજુઆત કરી હતી

ફાઈલ તસવીરઃ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.