ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયેલ પ્લાઝમા પરિસંવાદ ની અંદર ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો - At This Time

ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયેલ પ્લાઝમા પરિસંવાદ ની અંદર ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયેલ પ્લાઝમા પરિસંવાદ ની અંદર ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
અમરેલી ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયેલ પ્લાઝમા પરિસંવાદ ની અંદર ૪૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર અને ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે પ્લાઝમા પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ ના ભાગરૂપે ખાસ પ્રકારના મોડેલ નું એક્ઝીબીશનનું આયોજન કરાયું હતું. અમરેલી વિસ્તાર કડવા પટેલ જ્ઞાતિ કેળવણી પ્રચારક મંડળ ના પ્રમુખ અને માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા તેમજ માનદ મંત્રી કનુભાઈ ગોજારીયા ના હાથે આ પ્રદર્શન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૪ દિવસ સુધી અલગ અલગ શાળાના ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ એક્ઝીબીશનની મુલાકાત લીધી હતી. દ્રવ્યની ચોથી અવસ્થા પ્લાઝમા વિશે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી મળી શકે તેવા હેતુથી ૧૫ થી વધારે લાઈવ મોડેલ ની વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ૭ વિજ્ઞાનિકો સાથે બધા વિદ્યાર્થીઓએ સીધો સંવાદ કર્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના વિજ્ઞાન વિષયમાં રુચિ ધરાવતા શિક્ષકો તેમજ વાલીઓએ પણ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ નો લાભ લીધો હતો. પ્લાઝમા લેમ્પ,ટેસ્લા કોઇલ,ટોકામેક જેવા અનેક પ્રયોગો વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ વિભાગના ૭ વિજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરવાની અમૂલ્ય તક વિદ્યાર્થીઓને મળી હતી. અમરેલીના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયની અંદર રુચિ વધે તેવા હેતુ સાથે ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ની આ પહેલને અમરેલી ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. સમય ના અભાવને કારણે ૧૦૦૦ વિદ્યાર્થીઓ આ એક્ઝીબીશનનો લાભ લઇ નથી શક્યા તેના માટે ભવિષ્યમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પ્રદર્શનમાં સાથ સહકાર આપીને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ અમરેલી ના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓનો ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ પરિવાર આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.