રાજકોટ દર્શન બસ સેવા શરૂ : ત્રિકોણ બાગ, રામવન ગાંધી મ્યુઝિયમ તેમજ અન્ય ઐતિહાસિક સ્થળો જોવા મળશે - At This Time

રાજકોટ દર્શન બસ સેવા શરૂ : ત્રિકોણ બાગ, રામવન ગાંધી મ્યુઝિયમ તેમજ અન્ય ઐતિહાસિક સ્થળો જોવા મળશે


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ દર્શન બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બસમાં બેસીને કોઈપણ વ્યક્તિ સમગ્ર રાજકોટ શહેરમાં ફરીને અલગ અલગ જગ્યાઓ જોઈ શકશે. ખાસ તો આ બસ શહેરના ત્રિકોણ બાદ ખાતેથી સવારે 9:00 કલાકે શરૂ થશે અને ફરી સાંજે 4:30 કલાકે ત્રિકોણ બાગ પરત ફરશે. આજે ભાજપ શહેર પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના હસ્તે આ બસ સેવા શરૂ કરાઈ હતી. આ બસ સેવા શનિવાર અને રવિવારે ચાલુ રહેશે.
આ બસના રૂટની વાત કરીએ તો, ત્રિકોણ બાગથી શરૂ થઈને રામકૃષ્ણ આશ્રમ, બેબી ડોલ મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, ઈશ્વરીયા પાર્ક, રિજનલ સાયન્સ સેન્ટર, અટલ સરોવર, જયુબેલી વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, આજીડેમ, રામ વન, પ્રદ્યુમન પાર્કથી ફરી ત્રિકોણબાગ પરત ફરશે.
12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે રૂપિયા 35 પ્રતિ દિવસ ટિકિટનો દર રાખવામાં આવ્યો છે. જ્યારે 12 વર્ષથી મોટી વયના વ્યક્તિ માટે રૂપિયા 50 પ્રતિ દિવસ ટિકિટ દર રાખવામાં આવ્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.