વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ - At This Time

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨


બોટાદ જિલ્લામાં સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલની નિમણૂંક

સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે બોટાદ જિલ્લાનાં નોડલ અધિકારીશ્રી તરીકે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલની નિમણૂંકની કરવામાં આવી છે.

ઉપરાંત વધુ માહિતી માટે નોડલ અધિકારીશ્રી (એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયા) શ્રી મહર્ષિ રાવલનો મો. ૯૯૭૮૪ ૦૭૯૮૮ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ. બળોલિયાની યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.