ભરૂચ એલસીબીએ નેત્રંગ તાલુકાના કવચીયા ગામના મંદીર ફળીયામાં ખુલ્લી જગ્યામા આંક ફરકનો જુગાર રમાડતા જુગારિયાને ઝડપી પાડ્યો
ભરૂચ એલસીબીના પી.આઈ.એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કવચીયા ગામના મંદિર ફળીયામાં રહેતો દલસુખ રૂપસીંગભાઇ વસાવા પોતાના ઘર પાસે આંક ફરકનો જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે નેત્રંગ ગામના મોવી રોડ ઉપર રહેતો મુખ્ય સુત્રધાર સલમાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.