ધ્રાંગધ્રાના આંબેડકરનગર રામજી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. - At This Time

ધ્રાંગધ્રાના આંબેડકરનગર રામજી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ.


વિદેશી દારૂની બોટલ 57 કિં.રૂ. 48,450,અને સ્વીફ્ટ ગાડી કિંમત 3,00,000 સહીત કુલ 3,48,450 નો મુદ્દામાલ ઝડપાયો.

ધ્રાંગધ્રા આંબેડકર નગર રામજી મંદિર પાસે વિસ્તારમાંથી ડીવાયએસપી ટીમે સ્વીફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 57 જેની કિં.રૂ, 48,450,અને સ્વીફ્ટ ગાડી કિંમત 3,લાખ સહીત કુલ 3,48,450 નો મુદ્દામાલ ઝડપી પાડી નાસી છૂટેલા આરોપી, વિદેશી દારૂ જથ્થો મંગાવનાર રવિભાઈ જગદીશભાઈ ચૌહાણ રહે ધાંગધ્રા અને ફોરવીલ ગાડીનો ચાલક ઉત્તમભાઈ મગનલાલ મારવાડી રહે ધ્રાંગધ્રા વાળા તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરતી ધ્રાંગધ્રા ડીવાયએસપી ટીમ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી પુરોહિત ની ટિમ શહેરી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તેં દરમિયાન ડીવાયએસપી સ્કોડના કોન્સ્ટેબલ મયુરભાઈ ચાવડાને મળેલ બાતમી આધારે એક સફેદ કલરની સ્વીફ્ટને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ પોલીસને જોતા જ સ્વીફ્ટનાં ડ્રાંઇવર ઈસમ દ્રારા ગાડીને પૂરપાટ ભગાડવામાં આવી હતી જેનો પીછો કરી ડીવાયએસપી સ્કોડ ટીમના હે.કો.એસ એસ મકરાણી, મયુરભાઈ ચાવડા, નરેશભાઈ ભોજયા, નિલેશભાઈ પિત્રોડા,દ્રારા ધ્રાંગધ્રા આંબેડકર નગરમાં રામજી મંદિર પાસે સ્વીફ્ટને આંતરી હતી જો કે ગાડી પકડવામાં ધ્રાંગધ્રા શહેરમાં ફિલ્મી દ્રશ્યો માફક ચોર પોલીસ નો ઘાટ બન્યો હતો જેમાં આરોપીઓ સ્વીફ્ટને મૂકીને નાસી છૂટ્યા હતા પણ પોલીસે રૂપિયા 48,450 નાં 57 નંગ વિદેશી દારૂ અને ફોરવીલ ગાડી સહીત કુલ રૂપિયા 3,48,450 નો મુદ્દામાલ પકડી પાડી નાસી છૂટેલા આરોપી, વિદેશી દારૂ જથ્થો મંગાવનાર, રવિભાઈ જગદીશભાઈ ચૌહાણ રહે ધાંગધ્રા અને ફોરવીલ ગાડીનો ચાલક ઉત્તમભાઈ મગનલાલ મારવાડી રહે ધ્રાંગધ્રા વાળા તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.