સુત્રાપાડાની જી.એચ.સી.એલ. કંપનીની સ્કુલમાં સુત્રાપાડા શહેર અને કદવાર ગામના બાળકોને મફત શિક્ષણ આપવા માંગ
સુત્રાપાડાની જી.એચ.સી.એલ. કંપનીની સ્કુલમાં સુત્રાપાડા શહેર અને કદવાર ગામના બાળકોને મફત શિક્ષણ આપવા માંગ
નગરપાલિકાના પ્રમુખે કંપનીને પત્ર લખી સી.એસ.આર. ફંડમાંથી શિક્ષણ આપવા કરાઇ રજૂઆત
સુત્રાપાડા ખાતે આવેલ જી.એચ.સી.એલ. કંપની દ્વારા કરોડો રુપિયાનું ઉત્પાદન કરવામાં આવે છે અને દર વર્ષે સારો એવો નફો કમાઇ છે. પરંતુ કંપની દ્વારા સ્થાનિક લોકોને સુવિધા ઓછી આપવામાં આવે છે. કંપનીની સ્કુલ સંજયનગર કોલોનીમાં ડાલમિયા પબ્લિક સ્કુલ આવેલ છે. આ સ્કુલ કંપનીના કર્મચારીઓ તેમજ આસપાસના લોકોના બાળકો અભ્યાસ કરે છે. પરંતુ કંપનીની સ્કુલ દ્વારા તગડી ફી વસુલવામાં આવતી હોવાથી બાળકોનો અભ્યાસ છુટી રહ્યો છે. આથી જી.એચ.સી.એલ. કંપની દ્વારા પોતાના સી.એસ.આર. ફંડમાં શિક્ષણમાં રાહત આપવા સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખે કંપનીને પત્ર લખી રજૂઆત કરી છે.
સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ શ્રી મનહરસિંહ બારડે જી.એચ.સી.એલ. કંપનીને પત્ર લખી રજૂઆત કરી છે કે, સુત્રાપાડા ખાતે સોડાએશ પ્લાન્ટ આવેલ છે. જેમાંથી વિવિધ સી.એસ.આર. પ્રવૃતિ કરવામાં આવે છે. આરોગ્ય અને શિક્ષણ મહત્વનો ભાગ હોવાથી આપના દ્વારા સંચાલિત ડાલમિયા પબ્લિક સ્કુલમાં ભણતા આપના કર્મચારીઓના બાળકો તથા સુત્રાપાડા શહેર અને કદવાર ગામના બાળકોનો સમાવેશ થાય છે. ભણતા બાળકોની ફી અંદાજે ૪૫,૦૦૦ છે. તેમજ ડ્રેસ વગેરે થઇ વાલીઓને ૯૦ થી ૯૫ હજાર રૂપિયા વાર્ષિક ખર્ચ થાય છે. આથી જો સી.એસ.આર. પ્રવૃતિમાં શિક્ષણનો સમાવેશ કરી સંચાલિત શાળામાં ફંડ આપી અને સુત્રાપાડા શહેર અને કદવાર ગામના બાળકોને શાળા ફી માફી કરવા માંગ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તથા સુત્રાપાડા શહેર અને કદવાર ગામના ભણતા વાલીઓને આ સુવિધાનો લાભ મળે અને કંપની ફાઉન્ડેશન દ્વારા શિક્ષણમાં ઉપયોગ થતી ગ્રાન્ટ પણ યોગ્ય જગ્યાએ વપરાય તેમજ બન્ને ગામના વાલીઓને ફાયદો થાય અને શિક્ષણનો વ્યાપ વધે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.